ઇસ્લામ શા માટે એકથી વધુ શાદી કરવાની પરવાનગી આપે છે?

વૈશ્વિક આંકડાઓ અનુસાર, સ્ત્રી અને પુરુષનો જન્મ દર લગભગ સમાન છે, જો કે તે વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે સ્ત્રીઓનો જીવિત રહેવાનો દર પુરુષો કરતાં વધુ છે. યુદ્ધોમાં, પુરુષોની હત્યાની ટકાવારી સ્ત્રીઓ કરતાં વધુ છે. તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરૂષો કરતા મોટી છે જેના પરિણામે વિશ્વમાં વિધવા મહિલાઓની ટકાવારી પુરૂષ વિધવાઓ કરતાં વધુ છે. આ રીતે આપણે તે નિર્ણય સુધી પહોંચીશું કે દુનિયામાં સ્ત્રીઓની વસ્તી પુરુષો કરતા વધારે છે, તેથી એક પુરુષને ફક્ત એક સ્ત્રી સુધી મર્યાદિત રાખવો તે વ્યવહારિક રીતે યોગ્ય નથી.

એવા સમાજોમાં જ્યાં એક થી વધુ શાદી કરવી કાયદેસર રીતે પ્રતિબંધિત છે, અમે શોધી કાઢ્યું છે કે પુરુષો માટે બહારની સ્ત્રીઓ સાથે અનેક સંબંધો રાખવા સામાન્ય વાત છે, આ એક થી વધુ શાદી ન કરવાનું પરિણામ છે જે તેમના માટે ગેરકાયદેસર છે. આ તે પરિસ્થિતિ છે જે ઇસ્લામ પહેલા પ્રવર્તતી હતી, અને ઇસ્લામ તેને સુધારવા, મહિલાઓના અધિકારો અને ગૌરવને બચાવવા અને તેમને પ્રેમીમાંથી એક એવી પત્નીમાં પરિવર્તિત કરવા આવ્યો હતો જે પોતાના અને પોતાના બાળકો માટે ગૌરવ અને અધિકાર ધરાવતી હોય.

આશ્ચર્યજનક રીતે, આ સમાજોને લગ્ન વિના અથવા સમલૈંગિક લગ્નો તેમજ સ્પષ્ટ જવાબદારી વિના સંબંધો સ્વીકારવામાં અથવા પિતા વિના બાળકોને સ્વીકારવામાં પણ કોઈ સમસ્યા નથી, જો કે તે એક પુરુષ અને એક કરતાં વધુ સ્ત્રી વચ્ચેના કાનૂની લગ્નને સહન કરતું નથી. જ્યારે ઇસ્લામ આ બાબતમાં હિકમત વાળો છે અને સ્ત્રીની ઇઝ્ઝત અને અધિકારોને જાળવવા માટે પુરૂષને એકથી વધુ પત્નીઓ રાખવાની છૂટ આપે છે, જ્યાં સુધી તેની પાસે ન્યાય અને ક્ષમતાની શરત પૂરી કરી શકતો હોય અને તેની ચાર કરતાં ઓછી પત્નીઓ હોય. અને તે સ્ત્રીઓની પણ સ્થિતિ જોઈ લો જેમને એક પણ પતિ ન મળે તો તેમની પાસે એ સિવાય બીજો કોઈ માર્ગ નથી કે તે એક પરણેલા પુરુષ સાથે શાદી કરી લે અથવા તો તે પોતાને રખેલ બનવા માટે માની લે.

જોકે ઇસ્લામે એક થી વધુ શાદી કરવાની પરવાનગી આપી છે, પરંતુ કેટલાક લોકો સમજે છે કે એક મુસલમાનને એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

"જો તમને ભય હોય કે અનાથ છોકરીઓ સાથે લગ્ન કરી તમે ન્યાય નહી કરી શકો તો બીજી સ્ત્રીઓ માંથી જે પણ તમને પસંદ આવે તમે તેઓ સાથે લગ્ન કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર સાથે, પરંતુ જો તમને ન્યાય ન કરવાનો ભય હોય તો એક જ પુરતી છે..."[૨૦૮]. (અન્ નિસા :૩).

કુરઆન એ એક એવી ધાર્મિક પુસ્તક છે જેમાં કહેવામાં આવ્યું કે જો ન્યાયની શરત પૂરી ન થાય તો પુરુષ ફક્ત એક જ શાદી કરે.

"તમારાથી એવું તો ક્યારેય નહીં થઇ શકે કે પોતાની દરેક પત્નીઓમાં દરેક રીતે ન્યાય કરો, ભલેને તમે તે બાબતે કેટલીય ઇચ્છા અને મહેનત કરી લો, એટલા માટે ફકત એક જ તરફ ઝુકાવ રાખી બીજી (પત્ની) ને વચ્ચે લટકાવી ન રાખો અને જો તમે સુધારો કરી લો અને ડરવા લાગો તો નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ માફ કરવાવાળો અને દયા કરવાવાળો છે" [૨૦૯]. (અન્ નિસા: ૧૨૯).

દરેક સ્થિતિમાં, લગ્નના કરારમાં એવી શરતનો ઉલ્લેખ કરીને સ્ત્રી તેના પતિની એકમાત્ર પત્ની બનવા માટે હકદાર છે, જે એક આવશ્યક અને બંધનકર્તા શરત છે જેને રદ કરવી શક્ય ન હોઈ.

PDF