અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે, અને તેથી નશો કરનારી દરેક વસ્તુ આપણા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, કારણ કે તે મનને ઢાંકીને આપણને નુકસાન પહોંચાડે છે અને આપણને દરેક પ્રકારના ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. નશામાં ધૂત વ્યક્તિ બીજાઓને મારી શકે છે, તે વ્યભિચાર કરી શકે છે, અને તે ચોરી કરી શકે છે, વગેરે, દારૂ પીવાથી થતા ગુનાહોમાંથી.
"હે ઈમાનવાળાઓ ! વાત એ જ છે કે શરાબ, જુગાર, સ્થળ અને શગુન કાઢવા માટે પાસાના તીર, આ બધું જ ખરાબ વાતો અને શેતાની કૃત્ય છે, તેનાથી તદ્દન અળગા રહો, જેથી તમે સફળ બનો" [૨૮૮]. (અલ્ માઈદહ: ૯૦).
અને દરેક તે વસ્તુ દારૂ છે જેમાં નશો હોઈ, પછી ભલેને તેનું નામ કે તેનો આકાર બદલી દેવામાં આવે, જેમ કે અલ્લાહના પયગંબર ﷺ એ કહ્યું: "તે દરેક વસ્તુજે નશો પેદા કરેતે ખમર છે અને તે દરેક વસ્તુ જે નશાનું કારણ બને તે હરામ છે" [૨૮૯]. (આ હદીષને ઈમામ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે)
તેના દ્વારા વ્યક્તિ અને સમાજને ઘણું નુકસાન પહોંચે છે, જેથી તેને હરામ કરવામાં આવી છે.
એવી જ રીતે ઈસાઈ (ખ્રિસ્તી ધર્મ) અને યહૂદી ધર્મમાં પણ દારૂ પીવું હરામ હતું, પરંતુ આજે ઘણા લોકો તેને માનતા નથી.
"દારૂ એક મજાક છે, અને નશો એ અશ્લીલ કાર્ય છે અને જે વ્યક્તિ દારૂના કારણે સ્તબ્ધ થઇ જાય તે જ્ઞાની નથી" [૨૯૦]. (કહેવતોનું પુસ્તક, પ્રકરણ 20, શ્લોક 1).
"અને દારૂના નશામાં ન આવશો, જે બદનામી છે" [૨૯૧]. (એફેસિયનોનું પુસ્તક, પ્રકરણ ૫, શ્લોક ૧૮).
જાણીતા મેડિકલ જર્નલ ધ લેન્સેટે ૨૦૧૦ માં વ્યક્તિ અને સમાજ માટે સૌથી વિનાશક દવાઓ પર સંશોધન પ્રકાશિત કર્યું હતું. આ અભ્યાસ દારૂ પીવું, હેરોઈન, તમાકુ અને અન્ય સહિત ૨૦ દવાઓ પર આધારિત હતો અને તેનું મૂલ્યાંકન ૧૬ માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું, જેમાં વ્યક્તિના પોતાના નુકસાનને લગતા નવ માપદંડો અને અન્યને નુકસાન સંબંધિત સાત માપદંડો અને એક મૂલ્યાંકનનો સ્કોર સો ડિગ્રીમાંથી આપવામાં આવ્યો હતો.
પરિણામ એ આવ્યું કે જો આપણે વ્યક્તિગત નુકસાન અને અન્યને પહોંચતા નુકસાનને એકસાથે ધ્યાનમાં લઈએ, તો દારૂ એ તમામમાં સૌથી હાનિકારક દવા છે અને તે પ્રથમ ક્રમે છે.
અન્ય અભ્યાસમાં દારૂના સુરક્ષિત વપરાશના દર વિશે વાત કરવામાં આવી હતી અને કહ્યું હતું:
"શૂન્ય એ આલ્કોહોલના સેવનથી થતા રોગો અને ઇજાઓને ધ્યાનમાં રાખીને જીવનના નુકસાનને ટાળવા માટે દારૂના સેવનનો સલામત દર છે." પ્રખ્યાત વૈજ્ઞાનિક મેગેઝિન ધ લેન્સેટની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલમાં સંશોધકોએ આ સ્પષ્ટપણે જાહેર કર્યું છે. અભ્યાસમાં આ વિષય પર અત્યાર સુધીના સૌથી મોટા ડેટા વિશ્લેષણનો સમાવેશ થાય છે. તેમાં ૧૯૯૦ થી ૨૦૧૬ ના સમયગાળા દરમિયાન વિશ્વભરના ૧૯૫ દેશોનું પ્રતિનિધિત્વ કરતા ૨૮ મિલિયન લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ૬૯૪ માહિતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને આલ્કોહોલના વપરાશની માત્રા અને વપરાશની માત્રાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો, અને આ પ્રકારનો વપરાશ દારૂના પરિણામે આરોગ્યના જોખમો સાથે કેવી રીતે સંબંધિત છે. માંદગી પહેલા અને પછી હાથ ધરવામાં આવેલા ૫૯૨ અભ્યાસોમાંથી તારવેલી, પરિણામો દર્શાવે છે કે આલ્કોહોલ વિશ્વભરમાં વાર્ષિક ૨.૮ મિલિયન લોકોના મૃત્યુનું કારણ બને છે.
આ સંદર્ભમાં, સંશોધકોએ આલ્કોહોલ પર તેની હાજરીને મર્યાદિત કરવા અને ભવિષ્યમાં તેને બજારમાં પ્રવેશતા અટકાવવા માટે પ્રારંભિક પગલા તરીકે તેની જાહેરાતને મર્યાદિત કરવા તેના પર કરવેરા પગલાં શરૂ કરવાની ભલામણ કરી હતી. અને અલ્લાહ તઆલા એ સાચુ જ કહ્યું:
"શું અલ્લાહ તઆલા (બધા) હાકિમો કરતા મહાન હાકિમ નથી?" [૨૯૨]. (અત્ તીન: ૮).