ઇસ્લામ આપણને શીખવે છે કે સામાજિક ફરજો પ્રેમ, દયા અને અન્યો માટે આદર પર આધારિત હોવી જોઈએ.
તે ધોરણો અને માપદંડો નિર્ધારિત કરે છે અને સમાજને જોડતા તમામ સંબંધોને લગતા અધિકારો અને ફરજોને વ્યાખ્યાયિત કરે છે.
"અને અલ્લાહ તઆલાની બંદગી કરો અને તેની સાથે કોઇને ભાગીદાર ન ઠેરવો, માતા-પિતા સાથે સારું વર્તન કરો તેમજ સગાંસંબંધીઓ, અનાથો, લાચારો, નજીકના પાડોશી, અજાણ પાડોશી, સહવાસીઓ, પોતાની સાથે સફર કરનાર તે સૌ સાથે સારો વ્યવહાર કરો, અને તેઓ ગુલામ તેમજ બાંદીઓ સાથે પણ, જેઓના તમે માલિક છો, નિ:શંક અલ્લાહ તઆલા ઘમંડ કરનાર, ઇતરાવનારાઓને પસંદ નથી કરતો" [૨૬૦]. [અન્ નિસા: ૩૬].
"... તેણીઓ સાથે ઉત્તમ તરીકાથી વર્તન કરો ભલેને તમે તેણીઓને પસંદ ન કરો, પરંતુ શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને અલ્લાહ તઆલાએ તેમાં ઘણી જ ભલાઇ મૂકી હોય" [૨૬૧]. [અન્ નિસા: ૧૯].
"હે મુસલમાનો ! જ્યારે તમને કહેવામાં આવે કે મજલિસોમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના દરજા બુલંદ કરી દેશે, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ ) વાકેફ છે" [૨૬૨]. [અલ્ મુજાદલહ: ૧૧].