"અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે,તે બધા તમારા જેવા જ સર્જનીઓ છે, અમે તેમની પણ તકદીર લખવામાંકોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે" [૨૫૩]. [અલ્ અન્આમ: ૩૮].
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "એક સ્ત્રીને એક બિલાડીના કારણે અઝાબ આપવામાં આવ્યો, થયું એવું કે તે સ્ત્રીએ તે બિલાડીને કેદ કરી લીધી, અહીં સુધી કે તે મરી ગઈ, તે સ્ત્રીને તે બિલાડીના કારણે જહન્નમમાં નાખી દેવામાં આવી, જ્યારે તેને કેદ કરી તો ન તો તેણીએ તેને ખવડાવ્યું ન તો પીવડાવ્યું અને ન તો તે બિલાડીને આઝાદ કરી, જેથી તે બિલાડી જમીનના કિડા મંકોડા તો ખાઈ લેતી" [૨૫૪]. (બુખારી અને મુસ્લિમ).
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "એક વ્યક્તિએ એક કુતરું જોયું જે તરસનાં કારણે જમીન ચાટી રહ્યું હતું, તો તેણે પોતાનો મોજો લીધો અને તે કુતરાની તરસ ખતમ ન થાય ત્યાં સુધી (તેને પાણી પીવડાવ્યું) તેણે અલ્લાહનો શુકર અદા કર્યો અને અલ્લાહ તઆલાએ તેને જન્નતમાં પ્રવેશ આપ્યો" [૨૫૫]. (આ હદીષને ઈમામ બુખારી અને મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે).