અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "પાડોશી પોતાના પાડોશી માટે શુફઅહનો વધારે હક ધરાવે છે અર્થાત (જો તેમની મિલકત વેચવી હોય તો સૌ પ્રથમ પાડોશીને ખરીદવાનો અધિકાર રહેશે) જો તે ગેરહાજર હોય તો તેની રાહ જોવામાં આવશે, જ્યારે બન્ને પાડોશીના અવર જવરનો એક જ માર્ગ હોય" [૨૫૦]. (મુસ્નદ અલ્ ઈમામ અહમદ).
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "ઓ અબુ ઝર, જો તમે શેરવો રાંધો તો તેમાં પાણીનું પ્રમાણ વધારી દો અને થોડું તમારા પાડોશીઓને પણ આપજો" [૨૫૧]. (આ હદીષને ઈમામ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે).
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "જેની પાસે જમીનનો ટુકડો છે અને તે તેને વેચવા માંગે છે, તો તે તેના પાડોશીને પ્રાથમિકતા આપે." [૨૫૨]. (સુનન ઇબ્ને માજહમાં આ હદીષ સહીહ છે).