નબી ﷺ વ્યભિચાર માટે સજા કેમ નક્કી કરી, જયારે કે મસીહ એ વ્યભિચાર કરવા વાળાને માફ કરી દીધા હતા?

યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ વચ્ચે વ્યભિચારના ગુના વિશે ભારે સજા આપવા પર સંપૂર્ણ કરાર છે [૨૨૩]. (અલ્ અહદુલ્ કદીમ, સિફ્રુલ્ લાવિય્યીન ૨૦: ૧૦-૧૮).

ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મમાં વ્યભિચારના અર્થ પર ભાર આપ્યો છે, અને તેને શારીરિક કૃત્ય સુધી મર્યાદિત ન રાખ્યો, પરંતુ તેને અખલાક (નૈતિક) ના વિભાગમાં પણ ફેરવાયો છે ( આ એક અખલાકી (નૈતિક) ગુણો છે) [૨૨૪]. ઈસાઈ ધર્મએ વ્યભિચારીને અલ્લાહના રાજ્ય પર વારસદાર બનવું હરામ કરી દીધું છે, જેથી તેની પાસે જહન્નમના કાયમી અઝાબ સિવાય બીજો કોઈ માર્ગ નથી [૨૨૫]. અને વ્યભિચાર કરવા વાળાની સજા તે જ છે, જે મૂસાની શરિઅત (કાનૂન) દ્વારા નક્કી કરવામાં આવી છે, અને તે (સજા) પથ્થરો વડે મારી મારી ને મારી નાખવાની છે [૨૨૬]. (અલ્ અહદુલ્ જદીદ, ઇન્જિલે મત્તા ૫: ૨૭-૩૦). (અલ્ અહદુલ્ જદીદ, કોરીન્થિયન્સનો પ્રથમ પત્ર ૬: ૯-૧૦). (અલ્ અહદુલ્ જદીદ, ઇન્જિલે યૂહન્ના ૮: ૩- ૧૧).

જેવું કે આજે પણ બાઈબલના વિદ્યાનો માને છે કે મસીહ એ વ્યભિચાર ક્રરવા વાળાને માફ કરી દેવાની વાત એ હકીકતમાં યોહનાની ઇન્જિલના જુના નુસખાઓમાં જોવા મળતી નથી, પરંતુ તેને પછીના સમયમાં ઉમેરી દેવામાં આવી હતી, અને નવા અનુવાદો પણ તેની પુષ્ટિ કરે છે [૨૨૭]. આ બધા કરતાં વધુ મહત્વની વાત એ છે કે મસીહ (ઈસા) એ પોતાની દઅવતની શરૂઆતમાં તે એલાન કર્યું હતું કે તે પાછલા પયગંબરોની શરિઅત (કાનૂન) ને નાબૂદ (ખત્મ) કરવા આવ્યો નથી, અને એ કે આકાશ અને જમીનને નષ્ટ થવા પર મૂસાની શરિઅતની એક બિંદુ કરતા પણ વધુ સરણ છે, જેવું કે લોકાની ઇન્જિલમાં વર્ણન કરવામાં આવ્યું છે [૨૨૮]. જેથી મસીહ વ્યભિચારી સ્ત્રીને સજા આપ્યા વગર મૂસાની શરિઅતમાં કોઈ ખલેલ પાડી શકતા નથી. https://www.alukah.net/sharia/ 0/82804/ (અલ્ અહદુલ્ જદીદ, ઇન્જિલે લોકા ૧૬:૧૭).

સજા ચાર સાક્ષીઓની સાક્ષી વડે આપવામાં આવે છે, વ્યભિચારની ઘટનાના વર્ણન સાથે, જે તે ઘટનાની પુષ્ટિ કરે, અને માત્ર એક જ જગ્યાએ સ્ત્રી સાથે પુરુષની હાજરી નહીં, અને જો સાક્ષીઓમાંથી કોઈ એક સાક્ષી પોતાની વાત થી ફરી જાય તો સજા રોકી દેવામાં આવે છે. ઇસ્લામી શરિઅત (કાનૂન) માં તે વાતનું વર્ણન છે કે વ્યભિચારની સજા ખુબ જ ઓછી લાગુ કરવામાં આવી છે; કારણકે સજા માટે આ સિવાય બીજો કોઈ તરીકો નથી, અને આ મુશ્કેલ અને અશક્ય છે, સિવાય એ કે ગુણો કરવા વાળો એકરાર કરી લે.

આ સ્થિતિમાં વ્યભિચારની સજા ગુનો કરનારના એક ના એકરાર કરવા પર લાગુ પાડવામાં આવે છે, -ચાર સાક્ષીઓની સાક્ષી પર નહીં- અને બીજા માટે કોઈ સજા નથી જેણે પોતાના ગુનાનો એકરાર કર્યો ન હોઈ.

અને ખરેખર અલ્લાહ એ તૌબાનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.

"અલ્લાહ તઆલા ફકત તે જ લોકોની તૌબા કબુલ કરે છે જે ભુલ તથા અણસમજમાં કોઇ ખરાબ કૃત્ય કરી લે પછી ઝડપથી તેનાથી બચી જાય અને તૌબા કરે તો અલ્લાહ તઆલા પણ તેઓની તૌબા કબુલ કરે છે, અલ્લાહ તઆલા ઘણો જ જ્ઞાન ધરાવનાર, હિકમતવાળો છે" [૨૨૯]. (અન્ નિસા: ૧૭).

"જે વ્યક્તિ કોઇ ખરાબ કૃત્ય કરે અથવા પોતાના જીવ પર અત્યાચાર કરે પછી અલ્લાહ તઆલાથી માફી માંગે તો તે અલ્લાહને માફ કરનાર, દયાળુ પામશે" [૨૩૦]. (અન્ નિસા: ૧૧૦).

"અલ્લાહ ઇચ્છે છે કે તમારા માટે સરળતા પેદા કરી દે, કારણ કે માનવી કમજોર પેદા કરવામાં આવ્યો છે" [૨૩૧]. (અન્ નિસા: ૨૮).

ઇસ્લામ એ માનવીની જરૂરતને સમજે છે અને તેને જાઈઝ રીતે પૂરી કરવા માટે શાદીનો તરીકો લાગુ કર્યો, અને ઇસલ્મ વહેલા શાદી કરવાનું કહે છે, અને જો કોઈની પાસે માલ ન હોઈ તો તેને બૈતુલ્ માલ વડે સંપૂણ માલ આપવાનું કહે છે, તે સમાજમાં અશ્લીલતા ફેલાવવાના તમામ માધ્યમોને સાફ કરવા, ઉચ્ચ ધ્યેયો નક્કી કરવા જે તેમને શક્તિ આપે અને સારા કાર્યોમાં તેમને લગાડે, અને અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે પોતાના ખાલી સમયને લગાવવો, આ દરેક બાબતો વ્યભિચાર કરવાને રોકે છે. અને ઇસ્લામ ત્યાં સુધી કોઈ સજા લાગુ પડતો નથી જ્યાં સુધી વ્યભિચાર બાબતે ચાર સાક્ષીઓની સાક્ષી સાબિત ન થઇ જાય, તે વાતને ધ્યાનમાં રાખીને કે ચાર સાક્ષીઓ ભાગ્યે જ ત્યાં હાજર હોઈ શકે છે, સિવાય કે પાપી એ જાહેરમાં ગુણો કર્યો હોઈ, અને આ રીતે તે સખ્ત સજાનો કકદાર બની જાય છે. યાદ રાખો કે વ્યભિચારએ બહુ મોટો ગુનો છે, પછી ભલેને તે ગુપ્ત રીતે કરવામાં આવે કે જાહેરમાં .

એક સ્ત્રી જેણે પોતાની મરજીથી પોતાના ગુનાની કબુલાત કરી હતી તે નબી ﷺ પાસે આવી, અને નબી ﷺ ને કહ્યું કે તેના પર સજા લાગુ કરે, અને તે વ્યભિચારના કારણે ગર્ભવતી હતી, તો અલ્લાહના પયગંબર નબી ﷺ એ તેના વાલીને બોલાવ્યા અને કહ્યું: આની સાથે સારો વ્યવહાર કરો, અને આ શરિઅતની મહાનતા અને સર્જન પર સર્જકની કૃપાનો શ્રેષ્ટ પુરાવો છે.

નબી ﷺ એ તેને કહ્યું: જતા રહો અહી સુધી કે તમે બાળકને જન્મ ન આપી દો, જયારે ફરી પછી આવી તો તેને કહ્યું: જાઓ અહીં સુધી કે તમે તમારા બાળકને તમે દૂધ છોડાવી ન દો, અને જયારે તે પોતાન બાળકનું દૂધ છોડાવી નબી ﷺ પાસે આવી સતત આગ્રહ કરવા લાગી તો નબી ﷺ એ તેના પર સજા લાગુ કરી અને કહ્યું; તેણીએ એવી તૌબા કરી છે જો તે તૌબાને શહેરના સિત્તેર લોકો વચ્ચે વહેંચી દેવામાં આવે તો તેમના માટે પુરતી થઇ જાય.

આ સ્પષ્ટ સ્થિતિ નબી ﷺ ની કૃપાની હતી.

PDF