મુહમ્મદ ﷺ એ પોતાના જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રીને મારી નથી, કુરઆનની આયત જે મારવા વિશે વાત કરે છે, તેનો અર્થ છે આજ્ઞાભંગના કારણે મારવામાં આવે. અમુક સમયગાળામાં, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના માનવસર્જિત કાયદામાં આ પ્રકારની મારપીટને અનુમતિ પાત્ર તરીકે દર્શાવવામાં આવી હતી જેમાં શરીર પર કોઈ નિશાન ન હોઈ. તેનો ઉપયોગ ગંભીર ભયને રોકવા માટે થાય છે જેમ કે જ્યારે કોઈ તેના પુત્રને તેની ઊંડી નિંદ્રામાંથી જગાડવા માટે ખભાથી હલાવીને ઉઠાડે જેથી તે તેની પરીક્ષા ચૂકી ન જાય.
ચાલો આપણે કલ્પના કરીએ કે એક એવી વ્યક્તિ કે જે તેની પુત્રીને પોતાને ફેંકવા માટે બારીની કિનારે ઉભેલી જોશે, તેના હાથ અનૈચ્છિક રીતે તેની તરફ જશે, તેને પકડશે અને તેને પાછળ ધકેલી દેશે જેથી તેણી પોતાને નુકસાન ન પહોંચાડે. અહીં મારવાનો અર્થ આ છે. સ્ત્રી કે પતિ તેને તેના ઘરને નષ્ટ કરવા અને તેના બાળકોના ભવિષ્યને નષ્ટ કરતા અટકાવવાનો પ્રયાસ કરે છે.
આ ઘણા તબક્કાઓ પછી આવે છે, જેમ કે આયતમાં ઉલ્લેખ કર્યો છે:
"(અને જો તેણીઓ ન સમજે) તો તેણીઓની પથારી અલગ કરી દો (પછી પણ ન સમજે) તો તેણીઓને મારો, પછી જો તે તમારી વાત માની લે, તો તેણીઓ માટે અત્યાચાર કરવાનો કોઇ માર્ગ ન શોધો, નિ:શંક અલ્લાહ તઆલા ઘણો જ ઉચ્ચ અને મોટો છે" [૨૧૧]. (અન્ નિસા: ૩૪).
સામાન્ય રીતે સ્ત્રીઓની નબળાઈને જોતાં, જો પતિ તેની સાથે ખરાબ વર્તન કરે તો ઇસ્લામે તેમને ન્યાયતંત્રનો આશરો લેવાનો અધિકાર આપ્યો છે.
ઇસ્લામમાં વૈવાહિક સંબંધ સૈદ્ધાંતિક રીતે, પ્રેમ, શાંતિ અને દયા પર બાંધવામાં આવે છે.
"અને તેની નિશાનીઓ માંથી છે કે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું, જેથી તમે તેમના દ્વારા શાંતિ મેળવો, તેણે તમારી વચ્ચે પ્યાર અને સહાનુભૂતિ મૂકી દીધી, ખરેખર ચિંતન કરનારાઓ માટે આમાં ઘણી નિશાનીઓ છે" [૨૧૨]. (અર રુમ : ૨૧).