સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે રાજા છીએ" કહેવામાં આવે છે જ્યાં બહુવચન સર્વનામનો ઉપયોગ રાજા, બાદશાહ અથવા સુલતાન જેવા ઉચ્ચ હોદ્દા પર હોય તેવા વ્યક્તિ માટે થાય છે, જો કે, કુરઆન હંમેશા એ સત્યતા પર ભાર મૂકે છે કે જ્યારે પણ ઈબાદતની વાત આવે છે ત્યારે અલ્લાહ એક છે.