પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેની શારીરિક રચનાના તફાવત પર વિશ્વ સર્વસંમતિથી (ઈજમાઅ) સંમત થયું છે, જે હકીકત દ્વારા પુરાવા મળે છે કે પુરુષોના સ્વિમિંગ (તરવાના) કપડાં પશ્ચિમમાં સ્ત્રીઓના કપડાં કરતાં અલગ છે. ફિતનાથી બચવા માટે સ્ત્રી પોતાના શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે છે, પરંતુ શું ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે કોઈ સ્ત્રીએ પુરુષનો બળાત્કારનો કર્યો હોય? પશ્ચિમમાં મહિલાઓ ઉત્પીડન અથવા બળાત્કાર વિના સુરક્ષિત જીવન માટેના તેમના અધિકારોની માંગ કરતા પ્રદર્શનોમાં ભાગ લે છે, અને અમે પુરુષો દ્વારા આ પ્રકરના પ્રદર્શનો વિશે સાંભળ્યું નથી.