હકીકતમાં, માથું ખોલવું એ સંપૂર્ણ પછાતપણું છે, શું આદમના સમયથી આગળ પણ કોઈ પછાતપણું છે; જ્યારથી અલ્લાહ એ આદમ અને તેની પત્નીને પેદા કર્યા અને તેમણે જન્નતમાં રહેવા માટે મોકલ્યા ત્યારથી તેમને કપડાં પહેરવા અને પરદો કરવા માટે જવાબદાર બનાવ્યા હતા.
"અહીંયા તો તમને એવો આરામ છે કે ન તો તમે ભૂખ્યાં છો અને ન તો નિર્વસ્ત્ર"[૨૦૬]. (તોહા: ૧૧૮).
એવી જ રીતે અલ્લાહ એ આદમની સંતાન માટે પોતાના અંગોને છુપાવવા અને શણગાર તરીકે વસ્ત્રો આપ્યા, ત્યારથી માનવીઓ પોતાના વસ્ત્રો બાબતે આગળ વધતા ગયા છે તમે તેમનો વિકાસ તેમના કપડાં અને ચાદરોથી અંદાજો લગાવી શકો છો. તે જાણીતું છે કે જે લોકો સંસ્કૃતિથી દૂર રહે છે, કેટલાક આફ્રિકાના લોકોની જેમ, તે પોતાના ગુપ્તાંગને છુપાવવા સિવાય શરીર પર બીજા કોઈ કપડાં પહેરતા નથી.
"હે આદમના સંતાનો ! અમે તમારા માટે પોશાક બનાવ્યો, જે તમારા ગુપ્તાંગને છુપાવે છે, અને શણગાર માટેનું કારણ પણ છે અને ડરવાવાળો પોશાક આ બધા કરતા વધારે ઉત્તમ છે, આ અલ્લાહ તઆલાની નિશાનીઓ માંથી છે, જેથી આ લોકો યાદ રાખે" [૨૦૭]. (અલ્ અઅરાફ: ૨૬).
એક પશ્ચિમી વ્યક્તિ તેની દાદીના શાળાએ જતા રસ્તા પરના ચિત્રો જોઈ શકે છે, કે તેણીએ શું પહેર્યું હતું. જ્યારે સ્વિમસ્યુટ પ્રથમ વખત જાહેર થયું, ત્યારે યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં તેની વિરુદ્ધ પ્રદર્શનો થયા કારણ કે તે ધાર્મિક કારણોસર નહીં પરંતુ તે સામાન્ય સમજ અને રિવાજની વિરુદ્ધ હતું. અને ઉત્પાદન કરતી કંપનીઓએ મહિલાઓને તેને પહેરવા માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂઆતમાં પાંચ વર્ષની છોકરીઓનો ઉપયોગ કરીને તેમાં દેખાડવા માટે વ્યાપક જાહેરાતો બનાવવાનું કામ કર્યું, અને તેમાં ચાલતી પ્રથમ છોકરી ખૂબ જ શરમાળ દેખાઈ, અને તે દેખાડામાં અસફળ રહી. તે સમયે સ્ત્રીઓ અને પુરુષો કાળા અને સફેદ સ્વિમસ્યુટમાં તરતા હતા જે આખા શરીરને ઢાંકતું હતું.