મુસ્લિમ મહિલાઓ હિજાબ (અર્થાત્ પોતાના સંપૂણ શરીરનો પરદો કરવો) કેમ પહેરે છે?

"હે નબી! તમારી પત્નીઓ અને દીકરીઓ અને મોમિન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના ઉપર પોતાની ચાદર ઓઢીને રાખે, જેના કારણે તેઓ ઓળખાય જશે અને તેમની સતાવણી કરવામાં નહીં આવે, અને અલ્લાહ માફ કરવાવાળો અને રહેમ કરવાવાળો છે" [૨૦૫]. (અલ્ અહઝાબ: ૫૯).

મુસ્લિમ મહિલા "ખુસુસિયહ" (વિશિષ્ટતા) શબ્દનો અર્થ સારી રીતે સમજે છે. તેના પિતા, ભાઈ, પુત્ર અને પતિ પ્રત્યેના તેના પ્રેમે તેને દરેક પ્રકારના પ્રેમની વિશેષતાનો અહેસાસ કરાવ્યો, કારણ કે તેણીનો તેના પતિ પ્રત્યેનો પ્રેમ અને તેના પિતા અથવા ભાઈ પ્રત્યેનો પ્રેમ તેણીને દરેકને તેનો યોગ્ય અધિકાર આપવા માંગે છે. તેના પર તેના પિતાનો અધિકાર, મુખ્યત્વે આદર અને કર્તવ્યનિષ્ઠા છે, તેના પર તેના પુત્રનો અધિકારથી અલગ છે, જેમ કે સંભાળ રાખવી, ઉછેર કરવો વગેરે. તેણી સારી રીતે જાણે છે કે તેણી ક્યારે, કેવી રીતે અને કોની સમક્ષ તેણીનો શણગાર પ્રગટ કરવો જોઈએ, તેથી અજાણી વ્યક્તિની હાજરીમાં તેણીનો પોશાક નજીકના સંબંધીની હાજરીમાં જે પહેરે છે તેનાથી અલગ છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે બધા લોકો સમક્ષ પોતાનો દેખાડો કરી શકતી નથી. મુસ્લિમ સ્ત્રી એક મુક્ત સ્ત્રી છે, જે ફેશન અને અન્યની અંગત ઈચ્છાઓના બંદી બનવાનો ઇન્કાર કરે છે. તેણી ફક્ત તે જ પહેરે છે, જે તેના માટે યોગ્ય છે અને જે તેણીને ખુશ કરે છે અને જેનાથી તેનો પાલનહારને ખુશ થાય. જુઓ પશ્ચિમની સ્ત્રી કેવી રીતે ફેશન અને ફેશનના ઘરની બંદી બની ગઈ છે, જો ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવે: અત્યારે તો ટૂંકા અને ચુસ્ત કપડા પહેરવાનું વલણ ચાલી રહ્યું છે, તો તેણી તેને પહેરવાની ઉતાવળ કરે છે, પછી ભલે તે તેને ફિટ લાગે અથવા તેણીને આરામદાયક લાગે.

આજે સ્ત્રી કેવી રીતે કોમોડિટી (ચીજ વસ્તુ) માં ફેરવાઈ ગઈ છે, જેનાથી કોઈ અજાણ નથી, કારણ કે દરેક જાહેરાતો અને વિજ્ઞાપનોમાં આવતી નગ્ન સ્ત્રીની છબીથી કોઈ અજાણ નથી. આ પશ્ચિમી સ્ત્રીને તેના વર્તમાન મૂલ્ય વિશે પરોક્ષ સંદેશ આપે છે. જ્યારે કોઈ મુસ્લિમ મહિલા તેના શણગારને છુપાવે છે, ત્યારે તે તે છે, જે વિશ્વને એક સંદેશ મોકલે છે, જે દર્શાવે છે કે તેણી કેટલી મૂલ્યવાન છે અને અલ્લાહ દ્વારા તેણી કેટલી સન્માનિત છે. તેથી, જેઓ તેની સાથે વ્યવહાર કરે છે તેઓએ તેનું મૂલ્યાંકન તેના જ્ઞાન, સંસ્કૃતિ, માન્યતાઓ અને વિચારોની દ્રષ્ટિએ કરવું જોઈએ નહીં કે તેની શારીરિક સુંદરતાના સંદર્ભમાં.

એક મુસ્લિમ મહિલા માનવ સ્વભાવને પણ સમજે છે, જે અલ્લાહએ લોકોમાં નાખ્યો છે, તેથી તે સમાજ અને પોતાને દુરુપયોગથી બચાવવા માટે અજાણ્યાઓની હાજરીમાં તેણીનો શણગાર પ્રગટ કરતી નથી. મને લાગે છે કે કોઈ પણ આ હકીકતને નકારી શકશે નહીં કે દરેક સુંદર છોકરી, જે તેના શારીરિક આભૂષણોને લોકો સમક્ષ જાહેર કરવામાં ગર્વ અનુભવે છે, જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચે છે ત્યારે તે ઈચ્છે છે કે બધી સ્ત્રીઓ હિજાબ પહેરે.

આજકાલ પ્લાસ્ટિક સર્જરીના પરિણામે મૃત્યુ અને વિકૃતિ દરના આંકડાઓ પર એક નજર નાખો, સ્ત્રીઓને આ બધી પીડામાંથી પસાર થવા માટે શું પ્રેરિત કરે છે? તે એટલા માટે છે કારણ કે તેઓએ તેણીને તેણીની બૌદ્ધિક સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શારીરિક સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા દબાણ કર્યું, જેના કારણે તેણીએ તેણીનું સાચું મૂલ્ય તેમજ તેણીનું જીવન બગાડ્યું છે.

PDF