ઉગ્રવાદ, કટ્ટરતા અને સખ્તી એ એવા ગુણો સિવાય બીજું કંઈ નથી જે મૂળભૂત રીતે સાચા ધર્મ દ્વારા પ્રતિબંધિત છે. પવિત્ર કુરઆને ઘણી આયતોમાં વ્યવહારમાં દયા અને નમ્રતા અપનાવવા અને ક્ષમા અને સહનશીલતાના સિદ્ધાંતને અપનાવવાનો આદેશ આપ્યો છે.
“અલ્લાહ તઆલાની દયાના કારણે તમે (હે પયગંબર) તેઓ પર નમ્રતા દાખવો છો અને જો તમે ખરાબ જબાન અને સખત હૃદયના હોત તો આ સૌ તમારી પાસેથી છૂટી જતા, એટલા માટે તમે તેઓને માફ કરો અને તેઓ માટે માફી માંગતા રહો અને કાર્યની સલાહ-સુચન તેઓથી લેતા રહો, પછી જ્યારે તમારો મજબુત નિર્ણય થઇ જાય તો અલ્લાહ તઆલા પર ભરોસો કરો, નિંશંક અલ્લાહ તઆલા ભરોસો કરનારને પસંદ કરે છે” [૧૯૪]. (આલિ ઇમરાન: ૧૫૯).
“(હે નબી !) તમે (લોકોને) પોતાના પાલનહારના માર્ગ તરફ હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો, નિ:શંક તમારો પાલનહાર ગુમરાહ લોકોને ખૂબ સારી રીતે જાણે છે. અને તે લોકોને પણ ખૂબ સારી રીત જાણે છે, જે લોકો સત્ય માર્ગ પર છે” [૧૯૫]. (અન્ નહલ: ૧૨૫).
દીનમાં અસલ તે છે, જે હલાલ છે, ફક્ત કેટલીક પ્રતિબંધિત વસ્તુઓને છોડીને જેને કુરઆન મજીદમાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવી છે, અને જેના વિશે કોઈ વિવાદ નથી.
“હે આદમના સંતાનો ! તમે મસ્જિદમાં દરેક હાજરી વખતે વ્યવસ્થિત પોશાક પહેરી લો, અને ખૂબ ખાઓ-પીવો, અને હદ ન વટાવો, નિ:શંક અલ્લાહ હદ વટાવી જનારને પસંદ નથી કરતો” [.૩૧] “તમે તેમને પૂછો કે અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓ માટે જે શણગાર અને ખાવાપીવાની વસ્તુઓ પેદા કરી છે, તેને કોણે હરામ કરી દીધી? તમે કહી દો કે આ વસ્તુઓ તે લોકો માટે છે, જેઓ ઈમાન લઈ આવે અને કયામતના દિવસે ફક્ત તેમના માટે જ હશે. અમે આવી જ રીતે દરેક આયતોને બુદ્ધિશાળી લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ” [૩૨]. “તમે તેમને કહી દો કે મારા પાલનહારે જે વસ્તુ હરામ કરી છે, તે આ પ્રમાણે છે, અશ્લીલ કાર્યો, ભલેને જાહેરમાં હોય કે છુપી રીતે હોય, અને ગુનાહના કાર્યો અને અત્યાચાર કરવાને અને એ કે તમે અલ્લાહના ભાગીદાર ઠહેરાવો, જેના માટે તેણે કોઈ પુરાવો નથી ઉતાર્યો અને એ કે તમે અલ્લાહ વિશે એવી વાતો કહો, જેની તમને જાણ નથી” [૧૯૬]. (અલ્ અઅરાફ : ૩૧-૩૩).
ઇસ્લામે માન્ય પુરાવા વિના ઉગ્રવાદ, કટ્ટરતા અથવા નિષેધને બોલાવતા તમામને શૈતાની કૃત્યો તરીકે વર્ણવ્યા છે, અને ધર્મને તેમની સાથે કોઈ લેવાદેવા નથી.
“હે લોકો ! ધરતી પર જેટલી પણ હલાલ અને પવિત્ર વસ્તુઓ છે તે ખાઓ અને શૈતાનના માર્ગ પર ન ચાલો, તે તમારો ખુલ્લો દુશ્મન છે”[૧૬૮]. “તે તમને ફકત બુરાઇ અને અશ્ર્લિલતા અને અલ્લાહ માટે એવી વાતો કહેવાનો આદેશ આપશે જેનું તમને જ્ઞાન નથી” [૧૯૭]. (અલ્ બકરહ : ૧૬૮-૧૬૯).
“અને તેઓને માર્ગથી ભટકાવતો રહીશ અને ખોટી મનેચ્છાઓ તરફ દોરવતો રહીશ. અને તેઓને શિખવાડીશ કે જાનવરોના કાન ચીરી નાખે અને તેઓને કહીશ કે અલ્લાહ તઆલાએ બનાવેલી રચનામાં ફેરફાર કરી દે, સાંભળો ! જે વ્યક્તિ અલ્લાહને છોડી શેતાનને પોતાનો મિત્ર બનાવશે તેને ખુલ્લુ નુકસાન પહોંચશે” [૧૯૮]. (અન્ નિસા : ૧૧૯).