એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા યહૂદી એવું ઈમાન ધરાવે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (મઅબૂદ) નથી અને મુહમ્મદ અલ્લાહના પયગંબર છે તો અમે આમારી દીકરીઓના લગ્ન તેમની સાથે કરી શકી એ છીએ.
ઇસ્લામ એ ઈમાનમાં વધારો અને સંપૂણતા કરે છે, જો કોઈ મુસલામન ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મ અપનાવી લે, ઉદાહરણ તરીકે તે પોતાનું ઈમાન જે કુરઆન અને મુહમ્મદ પર છે તે ખોઈ દે શે, અને તે ટ્રિનિટી (તષલીષ) (૧) પર ઈમાન લાવી અને પાદરીઓ અને અન્ય લોકોનો સહારો લઇ પોતાના પાલનહાર સાથે સંબંધ ખોઈ દે છે, અને જો તે યહૂદી ધર્મ અપનાવવા માંગતો હોઈ, તો તેને મસીહ અને સાચી ઇન્જિલ પર ઈમાન ખોઈ દેવું પડશે, પરંતુ કોઈને પણ યહૂદી ધર્મમાં દકાહ્લ કરવું શક્ય નથી; કારણકે આ એક કોમ માટે મર્યાદિત ધર્મ છે અને સમગ્ર માનવજાતિ માટે નથી, અને આ ધર્મમાં રાષ્ટવાદ સંપૂણ રીતે જોવા મળે છે.