મસીહના ફાંસી પર ચઢવા વિશે ઇસ્લામનો મંતવ્ય શું છે?

પેદા કરવાવાળો ઇલાહ, જીવિત, કાયમ, બે નિયાઝ અને કુદરત વાળો છે, તેને માનવજાતિ માટે મસીહની છબી અપનાવી ક્રોસ પર મારવાની જરૂર નથી, જેવુંકે ઈસાઈઓ માને છે, તે જે છે જે જીવન આપવા વાળો અને લેવાવાળો છે, એટલા માટે ન તો તેનું મૃત્યુ થયું છે ન તો તે ફરી જીવિત થયો છે. તે જ છે જેણે પોતાના પયગંબર ઈસા (મસીહ) ને કતલ અને ફાંસી થવાથી બચાવ્યા, જેવી રીતે કે તેણે પોતાના પયગંબર ઈબ્રાહીમને આગથી બચાવ્યા હતા, અને મૂસાને ફિરઓન અને તેના સિપાહીઓથી બચાવ્યા હતા, આવી જ રીતે તે પોતાના નેક બંદાઓની મદદ અને સુરક્ષા કરે છે.

"અને એવું કહેવાના કારણે કે અમે અલ્લાહના પયગંબર મસીહ ઈસા બિન મરયમને કતલ કરી દીધા, જો કે તેઓએ તેમને ન તો કતલ કર્યા છે અને ન તો ફાંસીએ ચઢાવ્યા છે, પરંતુ તેમના માટે આ બાબત શંકાસ્પદ કરી દીધો, અને જે લોકોએ આ બાબતે મતભેદ કર્યો તે પોતે પણ શંકા કરી રહ્યો છે, તેમને સત્ય વાતની કોઈ જાણ નથી, ફક્ત અનુમાન કરી તેની પાછળ ચાલી રહ્યા છે, અને આ સચોટ વાત છે કે તેઓએ ઈસા બિન મરયમને કતલ નથી કર્યા. (૧૫૭) પરંતુ અલ્લાહ તઆલાએ તેમને પોતાની તરફ ઉઠાવી લીધાં હતા, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતોવાળો છે"[૧૭૮]. (અન્ નિસા: ૧૫૭-૧૫૮).

PDF