શિઆ અને સુન્ની વચ્ચે શું ફર્ક છે?

મુહમ્મદ ﷺ ન તો શિઆ હતા ન તો સુન્ની, તેઓ તો સાચા મુસલમાન હતા, અને મસીહ ન તો કેથોલિક હતા ન તો બીજા કોઈ, તેઓ કોઈ પણ મધ્યસ્થ વગર ફક્ત એક અલ્લાહના બંદા હતા, અને મસીહ ન તો પોતાની ઈબાદત કરતા હતા ન તો પોતાની માતાની, એવી જ રીતે મુહમ્મદ ﷺ એ ક્યારેય પોતાની ઈબાદત નથી કરી, ન તો પોતાની દીકરીઓની ન તો પોતાની પત્નીઓની.

રાજકીય સમસ્યાઓ અને સાચા ધર્મથી ફરી જવા અથવા અન્ય બીજા કારણે કેટલાક જૂથો (સંપ્રદાયો) જાહેર થયા, અને સાચું છે કે તે સત્ય છે કે તેમનું સાચા ધર્મ સાથે કોઈલેવા દેવા નથી, દરેક સ્થિતિઓમાં "સુન્નત" શબ્દનો અર્થ નબી ﷺ ના તરીકા પર સંપૂણ રીતે અમલ કરવો, "શિઆ" શબ્દનો અર્થ લોકોનું તે જૂથ જે મુસલમાનોના સાચા માર્ગથી પથભ્રષ્ટ થયું છે. જેથી સુન્ની તે લોકો છે, જેઓ નબી ﷺ ના તરીકા પર ચાલે છે, અને તેઓ દરેક રીતે સાચા માર્ગ પર ચાલવા વાળા છે, જયારે કે શિઆ એક એવું જૂથ છે જે ઇસ્લામના સાચા માર્ગથી હટી ગયું છે.

"(હે પયગંબર) નિ:શંક જે લોકોએ પોતાના દીનને અલગ કરી દીધો અને કેટલાય જૂથ બની ગયા, તમારો તેમની સાથે કોઇ સંબંધ નથી, બસ ! તે લોકોનો નિર્ણય તો ફકત અલ્લાહ પાસે જ છે, પછી તેઓને તેમના કર્મો જણાવી દઈશું"[૧૬૯]. (અલ્ અન્આમ: ૧૫૯).

PDF