એક સદાચારી મુસલમાન પયગંબર મુહમ્મદના સહાબાનું અનુસરણ કરે છે, તેમની સાથે મોહબ્બત કરે છે, અને તેમની જેમ નેક બનવાનો પ્રયત્ન કરે છે, અને ફક્ત એક જ અલ્લાહની ઈબાદત કરે છે જેવી રીતે તેઓ કરતા હતા, પરંતુ તેઓ તેમને પવિત્ર નથી કરતા, અને ન તો પોતાની અને પોતાના પાલનહાર વચ્ચે મધ્યસ્થ બનાવે છે.
"... અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ ..."[૧૬૮]. (આલિ ઇમરાન: ૬૪).