મસીહ તેમના દુશ્મનો સામે લડ્યા ન હતા, તો પછી પયગંબર મુહમ્મદ શા માટે લડવૈયા હતા?

પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમના લોકો સાથે મિસર છોડી દીધું, અને મુહમ્મદ ﷺ એ મદીના તરફ હિજરત કરી, અને તે પહેલાં તેમના અનુયાયીઓ હબશા તરફ હિજરત કરી હતી, જેઓ તે દેશમાં રાજકીય અને લશ્કરી પ્રભાવથી બચવા માટે તે દેશમાંથી પોતાના ધર્મસાથે હિજરત કરી. મસીહની દઅવતમાં તફાવતનો મુદ્દો એ કે તે બિન મૂર્તિપૂજકો માટે હતું, એટલે કે યહૂદીઓ (મૂસા અને મુહમ્મદની વિરુદ્ધ, કારણ કે તેમના લોકો મૂર્તિપૂજક હતા: મિસર અને અરબ દેશ), જેણે સંજોગો પણ વધુ મુશ્કેલ બનાવ્યા. મૂસા અને મુહમ્મદને દઅવત સોંપવામાં આવેલ પરિવર્તન, તે એક મૂળ અને વ્યાપક પરિવર્તન હતું અને મૂર્તિપૂજકતાથી તોહીદ તરફ એક વિશાળ ગુણાત્મક પરિવર્તન છે.

પયગંબર મુહમ્મદના સમય દરમિયાન થયેલા યુદ્ધોના ભોગ બનેલા લોકોની સંખ્યા માત્ર એક હજાર લોકોથી વધુ ન હતી, જે સ્વ-બચાવ અને આક્રમણનો પ્રતિસાદ, અથવા ધર્મ માટે હતી. જ્યારે આપણે જોઈએ છીએ કે અન્ય ધર્મોમાં ધર્મના નામે ચાલતા યુદ્ધોને કારણે ભોગ બનેલા લોકોની સંખ્યા લાખોમાં હોય છે.

પયગંબર મુહમ્મદની દયા, તેમના પર સલામતી, તે મક્કાના વિજયના દિવસે અને તેમના માટે સર્વશક્તિમાન પાલનહારની સશક્તિકરણના દિવસે પણ સ્પષ્ટ હતી, જ્યારે તેમણે કહ્યું: આજે દયાનો દિવસ છે. અને તેણે કુરૈશ માટે તેની જબરદસ્ત માફી આપી, જેણે મુસ્લિમોને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી ન હતી, તેથી તેણે દુરુપયોગને પરોપકારથી અને સારી સારવાર સાથે નુકસાનનો સામનો કર્યો.

"(હે નબી ! ) સત્કાર્ય અને દુષ્કર્મ સરખા નથી, તમે બૂરાઈને ભલાઇ વડે દૂર કરો, પછી તેઓ, જેમની સાથે તમારી દુશ્મની છે, એવા થઇ જશે, જેવા કે ખાસ મિત્ર હોય" [૧૫૭]. (ફૂસ્સિલત : ૩૪).

ડરવાવાળાઓના ગુણો માંથી: અલ્લાહ તઆલા કહે છે:

"ગુસ્સો પીવાવાળા અને લોકોને માફ કરવાવાળા છે, અલ્લાહ તઆલા તે સદાચારી લોકોથી મોહબ્બત કરે છે" [૧૫૮]. (આલિ ઇમરાન: 134).

PDF