પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ પાસે જે અલગ અલગ લહેજાઓના નુસખા અલગ અલગ દેશોમાં હતા તેને બાળી નાખવાનો આદેશ આપ્યો, અને તેમની તરફ એક નવો નુસખો મોકલ્યો, જે મૂળ નુસ્ખા જેમ જ હતો, જે નબી ﷺ છોડી ને ગયા હતા અને જેને અબૂ બકર રઝી. એ એકઠો કર્યો હતો, આવું એટલા માટે કરવામાં આવ્યું કે હવે દરેક દેશોમાં જે નુસખો છે તેનું મૂળ એક જ છે, જે નબી ﷺ છોડીને ગયા હતા.
અને કુરઆન કોઈ ફેરફાર વગર પહેલા જેવું હતું એવું અત્યારે પણ બાકી જ છે, અને આ દરેક સમયના મુસલામનો માટે એક વારસો બનીને રહ્યું છે, જેને તેઓ એક બીજા પાસે મોકલે છે અને પોતાની નમાઝોમાં આ કુરઆનની તિલાવત કરે છે.