નાસિખ અને મન્સૂખ શું છે?

નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ સામાન્ય આદેશને મર્યાદિત કરવો, અને શરિઅતમાં આ એક સામાન્ય વાત છે જે આદમ થી ચાલી રહી છે. જેમકે આદમના સમયે ભાઈ બહેનની શાદી થતી હતી પરંતુ પછીની શરિઅત દ્વારા તેને ખતમ કરી દેવામાં આવી; એવી જ રીતે શનિવારે કામ કરવી ઈબ્રાહીમ અને તે પહેલાની શરિઅતમાં જાઈઝ હતું પરંતુ તેને મૂસાની શરિઅતમાં ખતમ કરી દેવામાં આવ્યું, અને અલ્લાહ તઆલાએ બની ઈસ્રાઈલના લોકો જ્યારે એક વાછરડાની પૂજા કરવા લાગ્યા તો આદેશ આપ્યો કે તેઓ પોતે જ પોતાને કતલ કરે, પછી આ આદેશ ખત્મ કરી દેવામાં આવ્યો, વગેરે આ જેવા ઘણા ઉદાહરણો છે, એક આદેશને બીજા આદેશ વડે બદલવો તેજ શરિઅત વડે અથવા બીજી શરિઅત વડે તે શકય, જેમકે અમે પાછળ ઘણા ઉદાહરણો વર્ણન કર્યા.

ઉદાહરણ તરીકે એક ડોક્ટર પોતાના દર્દીનો એક દવા વડે ઈલાજ કરતો હોય છે, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તે દાવામાં વધારો કે ઘટાડો કરતો રહે છે, આપણે તેને હોશિયાર સમજીએ છીએ, અને અલ્લાહ માટે તો સર્વ શ્રેષ્ઠ ઉદાહરણો છે, તો એક આદેશને બીજા આદેશ વડે બદલવો તે ઈસ્લામના આદેશમાં મહાન સર્જકની હિકમત માથી એક છે.

PDF