દુનિયામાં ઘણી ભાષાઓ અને લહેજાઓ (વાત કરવાનો તરીકો) છે, જો તેમાંથી કોઈ એક પણ ભાષામાં ઉતારવામાં આવતું તો લોકો હેરાન થઈ જતાં. ખરેખર અલ્લાહ પયગંબરોને તેમની કોમની ભાષામાં જ મોકલે છે, અને અલ્લાહ તઆલાએ મુહમ્મદ ﷺ ને છેલ્લા પયગંબર બનાવીને મોકલ્યા, અને કુરઆનની ભાષા પણ તેમની કોમની છે, અને કુરઆનને કયામત સુધી ફેરફારથી સુરક્ષિત કરી દીધું, તેણે મસીહની કિતાબ માટે ઉદાહરણ તરીકે આરામિક ભાષા પસંદ કરી.
"અને અમે જે પયગંબરો પણ મોકલ્યા, તેમણે પોતાની કોમની ભાષામાં જ આદેશો આપ્યા..." [૧૨૬]. (ઈબ્રાહીમ: ૪).