સર્જકના ગુણો કયા છે, અને તેને અલ્લાહ કેમ કહેવામાં આવે છે?

મધ્ય પૂર્વમાં, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમો ઇલાહનો ઉલ્લેખ કરવા માટે "અલ્લાહ" શબ્દનો ઉપયોગ કરે છે, તેનો અર્થ એકમાત્ર સાચો ઇલાહ, જે મૂસા અને ઈસાનો ઇલાહ છે, અને સર્જકે પવિત્ર કુરઆનમાં પોતાની ઓળખ "અલ્લાહ" નામ સાથે આપી, પરંતુ તેના બીજા પવિત્ર નામો અને ગુણો છે. તદુપરાંત, ઓલ્ડ ટેસ્ટામેન્ટની પ્રારંભિક (જુનો કરાર) આવૃત્તિમાં "અલ્લાહ" શબ્દનો ૮૯ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અને અલ્લાહ તઆલાના ગુણો જે પવિત્ર કુરઆનમાં વર્ણન કરવામાં આવ્યા છે તે નીચે મુજબ છે: અલ્ ખાલિક: સર્જન કરનાર.

તે જ અલ્લાહ છે, જે સર્જન કરનાર, બનાવનાર, સ્વરૂપ આપનાર, તેના દરેક નામ સારા છે, આકાશો અને જમીનમાં જે સર્જન છે, તે સૌ તેની જ તસ્બીહ કરી રહ્યા છે, અને તે વિજયી અને હિકમતવાળો છે.[૨] (અલ્ હશ્ર: ૨૪).

અલ્ અવ્વલ: તે પહેલો છે તેના પહેલો કોઈ વસ્તુ નથી, અલ્ આખિર: તેના પછી કોઈ નથી: "તે જ પ્રથમ છે અને તે જ છેલ્લો છે, તે જ ઝાહિર છે અને તે જ છૂપો અને તે દરેક વસ્તુને ખુબ જ સારી રીતે જાણે છે" .[૩]. (અલ્ હદીદ: ૩).

અલ્ મુદબ્બિર: વ્યવસ્થાપક, અલ્ મુતસર્રિફ: વ્યવસ્થા કરનાર: તે આકાશથી ધરતી સુધી (બધા) કાર્યની વ્યવસ્થા કરે છે....[૪] (અસ્ સજદહ: ૫).

અલ્ અલીમ: બધું જ જાણવાવાળો, અલ્ કદીર: કુદરત ધરાવનાર: ... તે ઘણો જ જ્ઞાનવાળો, ખૂબ જ કુદરતવાળો છે.[૫] (ફાતિર: ૪૪).

તે પોતાના સર્જનમાં કોઈની પણ સુરત અપનાવી જાહેર થતો નથી: ...કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે.[૬] (અશ્ શૂરા: ૧૧).ક

તેનો કોઈ ભાગીદાર નથી, ન તો તેની કોઈ સંતાન છે: હે પયગંબર ! કહી દો, અલ્લાહ એક જ છે. (૧) અલ્લાહ બેનિયાજ છે. (૨) ન તો તેનો જન્મ થયો અને ન તો તેણે કોઈને જન્મ આપ્યો. (૩) તેમાં જેવો બીજો કોઈ નથી. [૭] (અલ્ ઇખલાસ: ૧-૪).

અલ્ હકીમ: હિકમતવાળો: ...અને અલ્લાહ તઆલા જાણવાવાળો અને હિકમતવાળો છે. [૮] (અન્ નિસા: ૧૧૧).

અલ્ અદ્લ: ન્યાય કરવાવાળો ... અને તમારો પાલનહાર કોઈ વ્યક્તિ પર સહેજ પર જુલમ નથી કરતો. [૯] (અલ્ કહફ : ૪૯).

PDF