અલ્લાહ મૃતકોને કેવી રીતે જીવિત કરે છે?

અલ્લાહ મૃતકોને એવી રીતે જ જીવિત કરે છે જે રીતે પહેલી વખતમાં તેમણે પેદા કર્યા હતા.

અલ્લાહ તઆલાએ કહ્યું:

"હે લોકો ! જો તમને તમારા મૃત્યુ પછી ફરી જીવિત થવામાં કોઈ શંકા હોય તો (તમને જાણ હોવી જોઈએ કે) અમે તમને માટી વડે પેદા કર્યા, પછી વીર્યના ટીપા વડે, પછી લોહીથી, પછી માંસ વડે, જેને ક્યારેક ઘાટ આપવામાં આવે છે અને ક્યારેક આપવામાં નથી આવતો, જેથી અમે તમારા પર (પોતાની કુદરતને) જાહેર કરી દઈએ, અને અમે જે વીર્યના ટીપાને ઇચ્છીએ તેને એક નક્કી કરેલ સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળક બનાવી દુનિયામાં લાવીએ છીએ, પછી (તમારો ઉછેર કરીએ છીએ) જેથી તમે પોતાની યુવાવસ્થામાં પહોંચી જાવો, પછી તમારા માંથી કેટલાકને મૃત્યુ આપી દેવામાં આવે છે અને કેટલાકને વૃદ્વાવસ્થા સુધી જીવિત રાખવામાં આવે છે, જેથી તે એક વસ્તુને જાણવા છતાં અજાણ બની જાય, તમે જોશો કે ધરતી સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ઊપજે છે અને ફૂલે છે અને દરેક પ્રકારની લોભામણી ઉપજો ઉપજાવે છે"[૮૨]. (અલ્ હજ્જ: ૫).

"શું માનવીને એટલી પણ ખબર નથી કે અમે તેનું સર્જન એક ટીપા વડે કર્યું ? પછી તરત જ તે ખુલ્લો ઝઘડો કરવાવાળો બની ગયો.(૭૭) અને તેણે આપણા માટે ઉદાહરણ આપ્યું અને પોતાની જન્મને ભૂલી ગયો, કહેવા લાગ્યો, આ સડી ગયેલા હાડકાંઓને કોણ જીવિત કરી શકશે?(૭૮) તમે તેમને જવાબ આપી દો કે આ હાડકાને તે જીવિત કરશે, જેણે તેમનું સર્જન પ્રથમ વાર કર્યું હતું, જે દરેક પ્રકારના સર્જનને ખૂબ સારી રીતે જાણે છે"[૮૩]. (યાસીન: ૭૭-૭૯).

"બસ ! તમે અલ્લાહની કૃપાની નિશાનીઓને જુઓ કે નિષ્પ્રાણ ધરતીને કેવી રીતે અલ્લાહ તેને જીવિત કરે છે ? કોઇ શંકા નથી કે તે જ મૃતકોને જીવિત કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે"[૮૪]. (અર્ રૂમ: ૫૦).

PDF