ફરિશ્તાઓ: તે અલ્લાહનું એક સર્જન છે, પરંતુ તે એક મહાન સર્જન છે, તેમને નૂર વડે પેદા કરવામાં આવ્યા છે, તેઓને સત્કાર્યો કરવા માટે પેદા કરવામાં આવ્યા છે, તેઓ થાક્યા વગર પવિત્ર અલ્લાહની તસ્બીહ (પવિત્રતા) વર્ણન કરે છે અને ઈબાદત કરે છે.
"તે રાત-દિવસ અલ્લાહનો ઝિકર કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા"[૭૬]. (અલ્ અંબિયા: ૨૦).
"...અલ્લાહ તેમને જે આદેશ આપે, તેની અવજ્ઞા નથી કરતા, અને તે જ કરે છે, જેનો તેમને આદેશ આપવામાં આવે છે"[૭૭]. (અત્ તહ્રીમ: ૬).
તેમના પર ઈમાન રાખવું એ મુસલમાનો, યહૂદીઓ અને ઈસાઈઓ વચ્ચે એક સામાન્ય વાત છે, તેમાંથી જિબ્રઈલ છે, જેમને અલ્લાહ એ પોતાની અને પોતાના પયગંબરો વચ્ચે એક સંદેશાવાહક બનાવ્યા છે, તે તેમના પર વહી ઉતરતો હતો ( જે તે પયગંબરો સુધી પહોચાડતા હતા) મીકાઈલ વરસાદ વરસાવવા આવે વૃક્ષોના કામ સંભાળે છે, ઇસ્રાફીલ જે કયામતના દિવસે સૂરમાં ફૂંક મારશે, વગેરે.
અને જિન: તેઓ અદ્રશ્ય દુનિયાના છે, તેઓ પૃથ્વી પર અમારી સાથે રહે છે અને તેમને અલ્લાહનું અનુસરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને મનુષ્યોની જેમ જ તેમની આજ્ઞાભંગ કરવા પર પ્રતિબંધ છે; જો કે, આપણે તેમને જોઈ શકતા નથી, તેઓને અગ્નિમાંથી બનાવવામાં આવ્યા હતા, જ્યારે માણસ માટીમાંથી બનાવવામાં આવ્યો હતો. અને અલ્લાહ એ એવા કિસ્સાઓ વર્ણન કર્યા છે, જે જિનોની શક્તિ અને ક્ષમતાને સ્પષ્ટ કરે છે, કોઈ પણ શારિરીક દખલગીરી અને બબડાટ વિના, પરંતુ તેઓ ગૈબની વાતો જાણતા નથી અને એક પાકા મોમિનને કોઈ નુકસાન પહોચાડી શકતા નથી.
"... નિઃશંક શેતાન પોતાના દોસ્તોના દિલોમાં શંકાઓ અને વિવાદાસ્પદ વાતો ઉભી કરતો રહે છે, જેથી તેઓ તમારી સાથે ઝઘડો કરતા રહે"[૭૮]. (અલ્ અન્આમ: ૧૨૧).
અને શેતાન: તે દરેક હદવટાવી જનાર, બળવાખોર છે, પછી ભલે તે મનુષ્યો માંથી અથવા જિન માંથી હોય.