શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક પયગંબરોએ છેલ્લા નબી મુહમ્મદ ﷺ ના આવવાની ખબર આપી. જેમકે કેટલાક નબીઓ અને પયગંબરો જેમણે અલ્લાહ એ અલગ અલગ કોમો તરફ મોકલ્યા, તેમના નામો કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યા છે ( જેમકે નૂહ, ઈબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ, યૂસુફ, મૂસા, દાવૂદ, સુલૈમાન, ઈસા વગેરે...), કેટલાક બીજા પણ છે ,જેમનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કેટલાક ધાર્મિક પ્રતીકો (જેમ કે રામ, કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ) અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબરો હોવાની સંભાવના એ એક વિચાર છે, જે બાકાત નથી, પરંતુ આ બાબતે પવિત્ર કુરઆનમાંથી કોઈ પુરાવા મળતા નથી, તેથી મુસલમાનો આ કારણથી માનતા નથી. અકીદામાં ફેરફારો (અર્થાત્ જૂથો જાહેર થવા) ત્યારે આવ્યા, જ્યારે લોકોએ પોતાના પયગંબરોને પવિત્ર કર્યા અને અલ્લાહને બદલે તેમની ઈબાદત કરવા લાગ્યા.

"નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા અને કોઇ પયગંબરને (અધિકાર) નહતો કે કોઇ મુઅજિઝો અલ્લાહની પરવાનગી વગર લાવી બતાવે, પછી જે સમયે અલ્લાહનો આદેશ આવશે, સત્ય સાથે નિર્ણય કરી દેવામાં આવશે અને તે જગ્યા પર અસત્ય લોકો નુકસાનમાં રહેશે"[૭૩]. (ગાફિર: ૭૮).

"પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર ! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે"[૭૪]. (અલ્ બકરહ: ૨૮૫).

"હે મુસલમાનો ! તમે સૌ (કિતાબવાળાઓને) કહી દો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર, જે અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને તેના પર, જે ઈબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેમની સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું, અને તે હિદાયત પર પણ, જે કંઇ મૂસા, ઇસા અને બીજા પયગંબરો પર તેમના પાલનહાર તરફથી આપવામાં આવી હતી. અમે તે પયગંબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે તો અલ્લાહના આજ્ઞાકારી છે"[૭૫]. (અલ્ બકરહ: ૧૩૬).

PDF