સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કરવાવાળો જ ઈલાહ છે, તેની પેદા કરેલી સૃષ્ટિને જોઈ માની શકાય અથવા તો તેણે ઉતારેલી વહી દ્વારા જેમાં તેણે પાલનહાર હોવાનું સાબિત કર્યું હોય. તેથી, જો આ પૂજ્યોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા મળતા નથી, ન તો કોઈ સાક્ષી મળે છે, બ્રહ્માંડની રચનામાંથી અને ન તો સર્જકના શબ્દોમાંથી, તો આવા પૂજ્યો ચોક્કસપણે ખોટા પૂજ્યો છે.
આપણે જોઈએ છીએ કે મુસીબતમાં સપડાયેલો વ્યક્તિ એક સત્ય ઇલાહ તરફ પાછો ફરે છે, અને એક જ ઈલાહની આશા રાખે છે બીજાની નહીં. વિજ્ઞાને સૃષ્ટિના અભિવ્યક્તિઓ અને ઘટનાઓની તપાસ કરીને પદાર્થની એકતા અને બ્રહ્માંડની રચનાની એકતા સાબિત કરી છે, અને સામ્યતા અને સમાનતા દ્વારા જે તેમાં અસ્તિત્વ ધરાવે છે.
ચાલો કલ્પના કરીએ કે એક જ પરિવારના બાળકોનું શું થશે જો તેમના માતા-પિતા કોઈ નિર્ણાયક નિર્ણય કરવા પર અસંમત હોય, અને કેવી રીતે તેમની અસંમતિ તેમના બાળકોનું નુકસાન અને તેમના ભવિષ્યના વિનાશ તરફ દોરી જશે, તેવી જ રીતે જો બે અથવા વધુ ઇલાહ સૃષ્ટિ પર શાસન કરે તો શું થશે?
અલ્લાહ તઆલા કહે છે:
જો આકાશ અને ધરતીમાં અલ્લાહ સિવાય કોઈ ઇલાહ હોત તો આ આકાશ અને ધરતીની વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઇ જાત, બસ ! જે કઈ આં લોકો વાતો કરી રહ્યા છે, તેનાથી અલ્લાહ પાક છે, જે અર્શનો માલિક છે.[૧] (અલ્ અંબિયા: ૨૨).
આ ઉપરાંત આપણને એ પણ જોવા મળે છે:
સર્જકનું અસ્તિત્વ સમય, જગ્યા અને શક્તિના અસ્તિત્વ પહેલાથી છે, ફિતરત (વૃત્તિ) એ સૃષ્ટિના સર્જનનું કારણ નથી બની શકતું, કારણકે ફિતરત પોતે સમય, જગ્યા અને શક્તિ પર આધારિત છે, એટલા માટે ફિતરતના અસ્તિત્વ પહેલા કારણનું હોવું જરૂરી છે.
સર્જકે સર્વશક્તિમાન હોવું જોઈએ, એટલે માટે કે તેની દરેક વસ્તુ પર સત્તા હોય છે.
તેની પાસે આદેશ હોવો જરૂરી છે, જે સર્જન માટે શરૂઆતથી જ આદેશ આપી શકતો હોય.
તેને દરેક વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ, અર્થાત્ તેને દરેક વસ્તુની સંપૂણ માહિતી હોવી જરૂરી છે.
તેણે એક જ હોવું જોઈએ અને તેને પોતાના સિવાય બીજા કોઈની જરૂર ન હોવી જોઈએ. તેને પોતાના સર્જન માથી કોઈપણ જીવોના રૂપમાં મૂર્તિમંત થવાની જરૂર નથી, તેને દરેક સ્થિતિમાં કોઈ પણ પ્રકારની પત્ની અને સંતાનની જરૂરત નથી, કારણકે તે દરેક ગુણોને એકત્રિત કરવા પર સક્ષમ છે.
તે હિકમતવાળો હોવો જોઈએ, અને તેનું કોઈ પણ કામ હિકમત વગર ન હોવું જોઈએ.
તે એક ન્યાયી હોવો જોઈએ, અને તેનો ન્યાય બદલો અને સજારૂપે છે, જે મનુષ્યો સાથે સંબંધિત છે, જો આવું નહીં હોય તે તે સર્જક નહીં હોઈ કે તેણે સર્જન કર્યું અને છોડી દીધા. એટલા માટે તે પયગંબરોને મોકલે છે, જેથી તેઓ લોકોને સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપે, અને તેઓને તેમના માર્ગથી સચેત કરે કે જે સત્યના માર્ગ પર ચાલશે તે તેને બદલો મળશે અને જે આ માર્ગથી હટી જશે તે સજાને પાત્ર થશે.