અલ્લાહ અત્યંત દયાળુ છે અને તમામ ભલાઈનો સ્ત્રોત છે, તો, તે શા માટે આપણને બધાને હિસાબ વગર જ જન્નતમાં પ્રવેશ આપતો નથી?

હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.

"અને તે પોતાના બંદાઓના કુફ્રથી રાજી નથી અને જો તમે આભાર વ્યકત કરશો, તો તે તેને તમારા માટે પસંદ કરશે અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવે, પછી સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે" [૩૧૨]. (અઝ્ ઝુમર: ૭).

જો કે, જો અલ્લાહ તમામ લોકોને હિસાબ કર્યા વિના જન્નતમાં મોકલે, તો આ ન્યાયનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાશે, તેનો અર્થ એ છે કે અલ્લાહ તેના પયગંબર મૂસા અને ફીરઓન સાથે સમાન વર્તન કરે અને દરેક જુલમીને તેના પીડિતો સાથે જન્નતમાં દાખલ કરશે જાણે કંઈ જ થયું નથી. એવી વસ્તુની જરૂર છે, જે એ સુનિશ્ચિત કરે કે જન્નતમાં પ્રવેશ મેળવનારાઓને પાત્રતાના આધારે પ્રવેશ આપવામાં આવશે.

ઇસ્લામિક ઉપદેશોની સુંદરતા એ હકીકતમાં રહેલી છે કે અલ્લાહ, જે આપણને આપણી જાતને ઓળખે છે તેના કરતાં વધુ સારી રીતે જાણે છે, તે આપણને જણાવે છે કે આપણી પાસે દુન્યવી સાધનોનો ઉપયોગ કરવા અને તેની ખુશી પ્રાપ્ત કરવા અને જન્નતમાં પ્રવેશ કરવા માટે જરૂરી લાયકાતો છે.

"અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો" [૩૧૩]. (અલ્ બકરહ: ૨૮૬).

PDF