જે વ્યક્તિ પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અને તેમને રસ્તા વચ્ચે છોડી દે છે તેના વિશે તમને કેવું લાગશે?
જો કોઈ કહે કે તે આ વ્યક્તિને તેના ઘરમાં રહેવા દેશે, તેની સાથે ઉદારતાથી વર્તશે, તેને ખવડાવશે અને આવા કૃત્ય માટે તેનો આભાર માનશે, તો શું લોકો તેના માટે તેની પ્રશંસા કરશે? શું લોકો તેની પાસેથી તે વાત સ્વીકારશે? અલ્લાહના સર્વ શ્રેષ્ટ ઉદાહરણો છે, તે ધ્યાનમાં રાખીને સર્જકને નકારનાર અને તેનામાં અવિશ્વાસ કરનાર વ્યક્તિ માટે આપણે શું વિચારીએ છીએ? જેને જહન્નમથી સજા આપવામાં આવે છે તે તેના યોગ્ય સ્થાને મૂકવામાં આવે છે, કારણ કે તેણે પૃથ્વી પરની શાંતિ અને ભલાઈને ધિક્કાર્યો હતો, આ રીતે તે જન્નતના આનંદની પ્રાપ્તી માટે તે લાયક નથી.
રાસાયણિક શસ્ત્રો વડે બાળકોને ત્રાસ આપનાર વ્યક્તિ માટે આપણે શું નિયતિની અપેક્ષા રાખીએ છીએ? શું આપણે અપેક્ષા રાખ્યા વિના કે તે સ્વર્ગમાં પ્રવેશ કરે?
તેઓનું પાપ ચોક્કસ સમય પૂરતું મર્યાદિત નથી; તેના બદલે, તે એક સુસંગત લક્ષણ છે.
"જો આ લોકો ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એવા જ કાર્યો કરશે જેનાથી તેઓને રોકવામાં આવ્યા હતા અને ખરેખર આ લોકો જુઠ્ઠા છે" [૩૦૯]. (અલ્ અનઆમ: ૨૮).
તેઓ ન્યાયના દિવસે અલ્લાહની હાજરીમાં ખોટા સોગંદ પણ ખાશે.
"જે દિવસે અલ્લાહ તઆલા તે દરેકને જીવિત કરશે તો આ લોકો જેવી રીતે તમારી સામે સોગંદો ખાય છે, (અલ્લાહ તઆલા) ની સામે પણ સોગંદો ખાવા લાગશે અને સમજશે કે (આવી રીતે) તેમનું કઈ કામ બની જાય, જાણી લો! ખરેખર તેઓ જ જુઠા છે" [૩૧૦]. (અલ્ મુજાદલહ: ૧૮).
તદુપરાંત દુષ્ટતા એવા લોકોમાંથી બહાર આવી છે, જેઓ તેમના હૃદયમાં ઈર્ષ્યા રાખે છે અને જેઓ લોકોમાં મુશ્કેલીઓ અને તકરાર કરે છે, આમ તે ન્યાયની બહાર છે કે તેઓને જહન્નમનો બદલો આપવામાં આવે છે, જે બદલો તેમના સ્વભાવ પ્રમાણે છે.
"અને જે લોકો અમારા આદેશોને જુઠલાવી દીધા અને તેની સામે ઘમંડ કરે છે, તે લોકો જ જહન્નમી છે, તેઓ તેમાં હંમેશા રહેશે" [૩૧૧]. (અલ્ અઅરાફ: ૩૬).
અલ્લાહની ન્યાયની વિશેષતા તેના દયાળુ હોવા ઉપરાંત બદલો આપનાર હોવાનો સમાવેશ કરે છે. અલ્લાહ ખ્રિસ્તી ધર્મમાં માત્ર "પ્રેમ" છે અને યહુદી ધર્મમાં માત્ર ક્રોધ છે; જો કે ઇસ્લામમાં તે ન્યાયી અને દયાળુ પાલનહાર છે, જેના ઘણા સુંદર નામો છે, જે સૌંદર્ય અને ભવ્યતાના લક્ષણો છે.
વાસ્તવિક વ્યવહારિક જીવનમાં, આપણે સોના અને ચાંદી જેવા શુદ્ધ પદાર્થમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે, અલ્લાહના સર્વ શ્રેષ્ટ ઉદાહરણો છે, તે ધ્યાનમાં રાખીને અલ્લાહ સર્વશક્તિમાન પોતાના બંદાઓને આખિરતમાં તેમના પાપો અને દુષ્કર્મોથી શુદ્ધ કરવા માટે જહન્નમનો ઉપયોગ કરે છે, અંતે અલ્લાહ જહન્નમની આગમાંથી બહાર કાઢે છે જેની પાસે તેની દયામાં અણુ જેટલું પણ વિશ્વાસ છે.