કુદરતી આફતો પાછળ સર્જકની હિકમત (શાણપણ) શું છે?

નિર્માતાએ પ્રકૃતિના નિયમો અને તરીકાઓ મૂક્યા છે જે તેનું નિયમન કરે છે, અને તે ફસાદ અથવા પર્યાવરણીય અસંતુલન દેખાય ત્યારે તે પોતાનો બચાવ છે, તે પોતાની જાતને સુરક્ષિત કરે છે અને પૃથ્વી પર સુધારણા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંતુલન જાળવી રાખે છે અને ખાતરી કરે છે કે જીવન વધુ સારી રીતે આગળ વધે છે, અને ફક્ત તે જ બાકી રહેશે જે લોકો અને જીવન માટે ફાયદાકારક છે, જ્યારે પૃથ્વી પર આપત્તિઓ આવે છે અને માનવજાતને નુકસાન પહોંચાડે છે, જેમ કે રોગો, જ્વાળામુખી, ધરતીકંપ અને પૂર, આ તે સમય છે જ્યારે અલ્લાહના નામ અને લક્ષણો સ્પષ્ટ થાય છે, ઉદાહરણ તરીકે, સર્વશક્તિમાન, શિફા આપનાર અને સર્વ- સંરક્ષક જેમકે તે બીમારોને સાજા કરવામાં અને બચી ગયેલા લોકોને બચાવવા માટે સક્ષમ છે, અથવા તેનું અન્ય નામો માંથી જુલમ કરનારને અથવા અન્યાય કરનારને સજા કરવામાં ન્યાય તરીકે પ્રગટ થાય છે, અને તેનું નામ હકીમ અજમાયશ અને કસોટીમાં જ્ઞાની તરીકે પ્રગટ થાય છે, જો તે ધીરજ રાખશે તો તેના માટે ભલાઈ છે અને જો ઉતાવળ કરશે તો સજા સાથે બદલો આપવામાં આવે છે, આ રીતે માણસ પોતાના પાલનહારની મહાનતાને આવા દુ:ખો દ્વારા બરાબર ઓળખે છે જેમ તે તેની કૃપા દ્વારા તેની સુંદરતાને ઓળખે છે, જો માણસ ફક્ત ઇલાહને સુંદરતાના લક્ષણોને ઓળખે, તો તે અલ્લાહ સર્વશક્તિમાનને ખરેખર જાણતો નથી.

"એન્તોની ફ્લુ" જેવા ઘણા સમકાલીન ભૌતિકવાદી ફિલસૂફોના નાસ્તિકવાદ પાછળ આપત્તિઓ, અનિષ્ટ અને પીડાનું અસ્તિત્વ કારણભૂત હતું. વીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન નાસ્તિકવાદના વડા હોવા છતાં, તેમના મૃત્યુ પહેલાં, તેમણે પાલનહારના અસ્તિત્વને સ્વીકાર્યું અને "ધેર ઇઝ અ ગોડ" નામનું પુસ્તક લખ્યું. પાલનહારના અસ્તિત્વને સ્વીકારતા, તેમણે કહ્યું:

"લોકોના જીવનમાં દુષ્ટતા અને પીડાનું અસ્તિત્વ પાલનહારના અસ્તિત્વને નકારી કાઢતું નથી: તેના બદલે, તે આપણને ઇલાહના લક્ષણો પર પુનર્વિચાર કરવા પ્રેરે છે", "એન્તોની ફ્લુ" માનતા હતા કે આવી આપત્તિઓની બહુવિધ સકારાત્મક અસરો હોય છે કારણ કે તે માણસની શારીરિક ક્ષમતાઓને જે કંઈપણ સલામતી આપે છે તેની શોધ કરવા ઉત્તેજીત કરે છે, તેઓ તેના શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક ગુણોને પણ ઉત્તેજીત કરે છે અને તેને અન્ય લોકોને મદદ કરવા માટે પ્રેરિત કરે છે, દુષ્ટતા અને પીડાને કારણે માનવ સંસ્કૃતિ સમગ્ર ઇતિહાસમાં બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું: "આ અપોરિયાને સમજાવવા માટે ગમે તેટલી થીસીસ લખવામાં આવે, ધાર્મિક સમજૂતી સૌથી વધુ સ્વીકાર્ય અને જીવનની પ્રકૃતિ સાથે સૌથી સુસંગત રહેશે" [૩૦૮]. દુક્તૂર અમ્ર શરીફની કિતાબ "ખુરાફતુલ્ ઈલ્હાદ" માંથી નકલ કરીને, જેનું પ્રકાશન ઈસ્વીસન ૨૦૧૪ માં થઇ હતું.

વાસ્તવમાં, ડૉક્ટરનું શાણપણ, બાળક પ્રત્યેનો તેનો પ્રેમ અને તેને બચાવવાની તેમની ઉત્સુકતા પર સંપૂર્ણ વિશ્વાસ હોવા છતાં, અમે ક્યારેક અમારા નાના બાળકોના હાથ પકડીને પ્રેમથી તેમના પેટને ચીરી નાખવા માટે ઓપરેશન રૂમમાં લઈ જઈએ છીએ.

PDF