મુસલમાનો કાળા પથ્થરને બોસો (ચુંબન) કેમ આપે છે, જયારે કે તેઓ તેની ઈબાદત નથી કરતા?

ઉદાહરણ તરીકે, શું આપણે કોઈ વ્યક્તિ પર એવો આરોપ લગાવીએ છીએ જયારે તે પોતાના પિતાને ચુંબન કરે છે, હજના દરેક અરકાન (વિધિઓ) દ્વારા અલ્લાહની યાદ અને પાલનહારના આદેશોનું અનુસરણ કરવું અને તેની સામે માથું નમાવી દેવું છે, અને તેનો હેતુ પથ્થરો, જગ્યાઓ અથવા લોકોની ઈબાદત કરવાનો નથી. જયારે કે ઇસ્લામ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનું કહે છે, જે આકાશો અને જમીન અને જે કઈ પણ તે બંનેની વચ્ચે છે તેનો પાલનહાર અને દરેક વસ્તુઓનો પેદા કરવાવાળો અને દરેક પર કુદરત ધરાવનાર છે.

"હું મારો ચહેરો એકાગ્ર થઇ, તેની તરફ કરું છું, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને હું શિર્ક (ભાગીદાર ઠેરાવનારા) કરનારાઓ માંથી નથી" [૩૦૨]. (અલ્ અન્આમ:૭૯).

PDF