શું હજના સમયે કરવામાં આવતી ઇબાદતોને કઅબાની મહાનતા અને બીજી શિર્કવાળી વિધિઓ (ઇબાદતો) ગણવામાં નથી આવતી?

મૂર્તિપૂજક ધર્મો અને અમુક સ્થળો અને લાગણીઓની પવિત્રતા વચ્ચે મોટો તફાવત છે, પછી ભલે તે ધાર્મિક હોય કે રાષ્ટ્રીય.

ઉદાહરણ તરીકે, જમ્રાત પર જઈને કાંકરીઓ મારવી જે અમુક આલિમોના મંતવ્ય પ્રમાણે શૈતાનનો વિરોધ અને તેનું અનુસરણ ન કરવા અને ઈબ્રાહીમના ઉદાહરણનું અનુસરણ કરવું છે, જયારે તેમની પાસે શૈતાન આવ્યો અને તેમને પોતાના પાલનહારનું અનુસરણ કરવાથી અને પોતાના બાળકને ઝબેહ કરવાથી રોકવા લાગ્યો [૩૦૧]. અને એવી જ રીતે સફા અને મરવા પર્વત વચ્ચે દોડવું એ હાજરાના ઉદાહરણનું અનુસરણ છે જયારે તે પોતાના બાળક ઈસ્માઈલ માટે પાણી શોધવા દોડયા હતા. દરેક સ્થિતિઓમાં અને આ વિશે જેટલા પણ મંતવ્યો છે તેની તરફ ન જોઈ, હજના જેટલા પણ અરકાન છે તેનો હેતુ પોતાના પાલનહારને યાદ કરવા અને તેનું અનુસરણ કરવાનો છે, અને તેનો હેતુ પથ્થરો, જગ્યાઓ અને લોકોની ઈબાદત કરવાનો નથી. જયારે કે ઇસ્લામ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનું કહે છે, જે આકાશો અને જમીન અને જે કઈ પણ તે બંનેની વચ્ચે છે તેનો પાલનહાર અને દરેક વસ્તુને પેદા કરવાવાળો અને દરેક પર કુદરત ધરાવનાર છે. ઈમામ હાકિમ રહ. એ મુસ્તદરકમાં અને ઈમામ ઇબ્ને ખુઝૈમા એ પોતાની સહીહમાં ઇબ્ને અબ્બાસ દ્વારા વર્ણન કરી છે.

PDF