એક મુસલમાન એક દિવસમાં પાંચ વખત કેમ નમાઝ પઢે છે?

એક મુસલમાન પયગંબર મુહમ્મદ ﷺ ના ઉપદેશોનું અનુસરણ કરે છે, અને નમાઝ એવી રીતે જ પઢે છે જેવી રીતે નબી ﷺ એ પઢી હતી.

નબી ﷺ એ કહ્યું: "તમે એવી રીતે નમાઝ પઢો જેવી રીતે તમે મને નમાઝ પઢતા જુઓ છો" [૨૯૪]. (આ હદીષને બુખારી રહ. એ રિવાયત કરી છે).

એક મુસલમાન દિવસમાં પાંચ વખત નમાઝ વડે અલ્લાહ સાથે સંપર્ક કરે છે; કારણકે તેને આખા દિવસમાં તેની સાથે વાતચીત કરવાની સખત ઈચ્છા હોઈ છે. અને આ તે સ્ત્રોત છે, જે અલ્લાહ એ તેની સાથે વાતચીત કરવા આપણને આપ્યો છે, અને પોતાની ભલાઈ માટે તેનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.

"(હે નબી !) જે કિતાબ તમારી તરફ વહી કરવામાં આવી છે, તેને પઢો અને નમાઝ પઢતા રહો, નિ:શંક નમાઝ ખરાબ કાર્યો અને અપરાધ કરવાથી રોકે છે, નિ:શંક અલ્લાહનો ઝિકર ખૂબ જ મોટું કાર્ય છે. તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે" [૨૯૫]. (અલ્ અન્કબૂત: ૪૫).

મનુષ્ય તરીકે, આપણે દરરોજ ફોન પર આપણી પત્ની અને બાળકો સાથે વાતચીત ભાગ્યે જ બંધ કરીએ છીએ, જેનું કારણ તેમની સાથે આપણી ખૂબ મોહબ્બત અને લગાવ છે.

નમાઝની મહત્વતા તેમાં પણ જોવા મળે છે કે જયારે માનવી ખરાબ કૃત્યો તરફ વધે છે તો તેને રોકે છે, અને આત્માને સત્કાર્યો તરફ લઇ જાય છે, અને એવી જ રીતે હંમેશા પોતાના સર્જકના અઝાબથી સચેત કરે છે અને તેની પાસે માફી અને સવાબની ઈચ્છા કરે છે.

એવી જ રીતે માનવીના દરેક કાર્યો ફક્ત અલ્લાહ માટે જ હોવા જોઈએ; કારણકે માનવી માટે સતત પોતાની નિયતને યાદ રાખવી અને તેને સુધારવી મુશ્કેલ છે. જેથી, પાલનહાર સાથે વાતચીત કરવા અને ઈબાદત અને કાર્યો વડે તેની સાથે નિખાલસ લગાવ માટે નમાઝના સમય હોવા જોઈએ, જે દિવસે અને રાત્રે કમસેકમ પાંચ વખત હોઈ, જે દિવસ અને રાતના વધઘટના મહત્વના સમયો જણાવતા હોઈ (ફજર, જોહર, અસર, મગરીબ અને ઈશા).

" બસ ! તેમની વાતો પર ધીરજ રાખો અને પોતાના પાલનહારની તસ્બીહ અને તેની પ્રશંસાનું વર્ણન કરતા રહો. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પહેલાં. રાત્રિના અમુક સમયે પણ અને દિવસના અમુક ભાગમાં પણ તસ્બીહ પઢતા રહો. શક્ય છે કે તમે ખુશ રહેશો" [૨૯૬]. (તોહા: ૧૩૦).

સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલા: ફજર અને અસરની નમાઝ.

અને રાત્રિના સમયથી: ઈશાની નમાઝ.

અને દિવસ દરમિયાન: જોહર અને મગરિબની નમાઝ.

દિવસ દરમિયાન થતા તમામ કુદરતી ફેરફારોને આવરી લેવા અને તેના નિર્માતા અને ઉત્પત્તિને યાદ કરવા માટે પાંચ નમાઝો છે.

PDF