ઇસલામના તે કેવા મહત્વના અરકાન (સ્થંભો) છે, જે પયગંબર મુહમ્મદ ﷺ લઈને આવ્યા હતા?

સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.

નમાઝ દ્વારા હંમેશા પાલનહાર સાથે સંપર્કમાં રહેવું.

રોઝા દ્વારા વ્યક્તિ એ પોતાના પર અને પોતાની મનેચ્છાઓ પર કાબુ રાખવો, અને બીજા લોકો સાથે દયા કરવી અને સારો વ્યવહાર કરવો.

ઝકાત દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદો માટે પોતાની બચત માંથી થોડી ટકાવારી ખર્ચ કરવી, જે એક એવી ઈબાદત છે, જે વ્યક્તિને કંજુસ અને કંજુસતાના આવેગને દૂર કરવા અને આપવાના ગુણોને પ્રાધાન્ય આપવામાં મદદ કરે છે.

મક્કાહની હજ (તીર્થયાત્રા) દ્વારા દરેક મોમિનો તરફથી એવી રીતે ધાર્મિક વિધિઓ અને એકની લાગણીના પ્રદર્શન દ્વારા ચોક્કસ સમયે અને સ્થળે નિર્માતા પ્રત્યેની અલગતા અને બંદગી. વિવિધ માનવીય જોડાણો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ગ્રેડ અને રંગોને ધ્યાનમાં લીધા વિના નિર્માતા તરફ વળવું તે એકતાનું પ્રતીક છે.

PDF