શું ઇસ્લામમાં પ્રાણીઓને કતલ કરવાની રીત અમાનવીય નથી?

કતલની ઇસ્લામિક રીત, એટલે કે ધારદાર છરી વડે પ્રાણીના ગળા અને અન્નનળીને કાપી નાખવી, તે ઇલેક્ટ્રીક આંચકો અને ગળું દબાવવાથી વધુ સરળ છે, જેનાથી પ્રાણીને પીડા થાય છે, એકવાર લોહી મગજમાં વહેતું બંધ થઈ જાય, પ્રાણીને કોઈ દુખાવો થતો નથી, કતલ કરવાના સમયે પ્રાણીને થતી ધ્રુજારીની વાત કરીએ તો, તે પીડાને કારણે થતું નથી; તેના બદલે, તે ઝડપી રક્ત પ્રવાહને કારણે થાય છે જે અન્ય પદ્ધતિઓથી વિપરીત તમામ રક્તને બહાર કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવે છે જે પ્રાણીના શરીરની અંદર લોહીને અવરોધે છે અને તેનું માંસ ખાનારાઓને નુકસાન પહોંચાડે છે.

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ પર એહસાન કરવું જરૂરી કરી દીધું છે, એટલા માટે જ્યારે તમે કતલ કરો તો સારા તરીકાથી કરો, અને જ્યારે જાનવર ઝબહ કરો તો પણ સારા તરીકાથી કરો, તમારા માંથી જે (જાનવર ઝબહ કરતો હોય) તેના માટે જરૂરી છે કે તે પોતાના છરી ધારદાર કરી લે, અને જે જાનવર ઝબહ થઈ રહ્યું હોય તો તેને આરામ પહોંચાડે" [૨૫૭]. (આ હદીષને ઈમામ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે).

PDF