આ કિતાબનો હેતુ ઇસ્લામ વિશે સામાન્ય સવાલોના જવાબ આપી લોકોને આ મહાન દીનની ઓળખ કરાવવી, અને વિવિધ પ્રકારના લોકો સઁસ્કૃતિ, સમકાલીન ઘટનાઓ પ્રગતિ અને વિકાસ માટેના ઉચ્ચારો દર્શાવવામાં અને તેની વિશિષ્ટાને જાહેર કરવી છે, તેની છબીને ખરાબ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવતા તેમજ ખોટી નિયત રાખી પ્રયત્નો કરવા છતાંય બાતેલ સામે તેને અડગ રહેવાની ક્ષમતા અને તેની વિરુદ્ધ થનારા પ્રોપોગંડા સામે બાકી રહેવાની ગુણવત્તા દર્શાવવી.
અને હું ઉચ્ચ અને કુદરત ધરાવનાર અલ્લાહ સામે દુઆ કરું છું કે તે આ કિતાબને એક એવો દીવો બનાવી દે કે જે સત્યની શોધ કરનાર માટે તેમજ ખુલ્લા દિમાગ અને વિચાર કરનારાઓ માટે માર્ગદર્શન સાબિત થાય અને જેને પણ ઇસ્લામ દીન વિશે માહિતી પ્રાપ્ત કરવી હોય તેના માટે શાંતિનું પ્રતિક બનાવે.