ઇસ્લામ વિશે સવાલ અને જવાબ

આ કિતાબનો હેતુ ઇસ્લામ વિશે સામાન્ય સવાલોના જવાબ આપી લોકોને આ મહાન દીનની ઓળખ કરાવવી, અને વિવિધ પ્રકારના લોકો સઁસ્કૃતિ, સમકાલીન ઘટનાઓ પ્રગતિ અને વિકાસ માટેના ઉચ્ચારો દર્શાવવામાં અને તેની વિશિષ્ટાને જાહેર કરવી છે, તેની છબીને ખરાબ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવતા તેમજ ખોટી નિયત રાખી પ્રયત્નો કરવા છતાંય બાતેલ સામે તેને અડગ રહેવાની ક્ષમતા અને તેની વિરુદ્ધ થનારા પ્રોપોગંડા સામે બાકી રહેવાની ગુણવત્તા દર્શાવવી.

વ્યક્તિ માટે જરૂરી છે કે તે સાચા ઇલાહ પર ઈમાન ધરાવે, અથવા કોઈ બાતેલ ઇલાહ પર, જે તેને ઇલાહ કહી શકતો હોય અથવા કઈ નામ આપી શકતો હોય અથવા અન્ય નામથી પોકારી શકતો હોય. (કહેવાનો તાતપર્ય એ કે માનવીએ કોઈને કોઈ ઇલાહ પર ઈમાન રાખવું જરૂરી છે) તે લોકો સમક્ષ ઇલાહ ઝાડ હોઈ અથવા આકાશમાં કોઈ તારો હોય, અથવા કોઈ સ્ત્રી, અથવા કામકાજનો માલિક અથવા કોઈ સાયન્સનું રિસર્ચ હોય અથવા પોતાનામાં કોઈ માન્યતા હોય, કોઈને કોઈ પર તેની માન્યતા હોવી જોઇએ જેનામાં તે યકીન ધરાવતો હોય અને તેને પવિત્ર ગણતો હોય, અને તે પોતાના જીવનમાં પાછો ફરી શકતો હોય અને તેના માટે જાન પણ આપી શકતો હોય, તે વસ્તુને અમે ઈબાદત કહીએ છીએ, સાચા ઇલાહની ઈબાદત લોકોને લોકોની બંદગી અને સમાજની ગુલામીથી આઝાદ કરે છે.... More

સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કરવાવાળો જ ઈલાહ છે, તેની પેદા કરેલી સૃષ્ટિને જોઈ માની શકાય અથવા તો તેણે ઉતારેલી વહી દ્વારા જેમાં તેણે પાલનહાર હોવાનું સાબિત કર્યું હોય. તેથી, જો આ પૂજ્યોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા મળતા નથી, ન તો કોઈ સાક્ષી મળે છે, બ્રહ્માંડની રચનામાંથી અને ન તો સર્જકના શબ્દોમાંથી, તો આવા પૂજ્યો ચોક્કસપણે ખોટા પૂજ્યો છે.... More

મધ્ય પૂર્વમાં, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમો ઇલાહનો ઉલ્લેખ કરવા માટે "અલ્લાહ" શબ્દનો ઉપયોગ કરે છે, તેનો અર્થ એકમાત્ર સાચો ઇલાહ, જે મૂસા અને ઈસાનો ઇલાહ છે, અને સર્જકે પવિત્ર કુરઆનમાં પોતાની ઓળખ "અલ્લાહ" નામ સાથે આપી, પરંતુ તેના બીજા પવિત્ર નામો અને ગુણો છે. તદુપરાંત, ઓલ્ડ ટેસ્ટામેન્ટની પ્રારંભિક (જુનો કરાર) આવૃત્તિમાં "અલ્લાહ" શબ્દનો ૮૯ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.... More

આ પ્રમાણેના સવાલો સર્જક પ્રત્યે ખોટો વિચાર અને તેને સર્જનીઓ સાથે સરખામણી કરવાના કારણે કરતા હોય છે, આ ધારણાને તર્કસંગત અને તાર્કિક બન્ને રીતે રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે:... More

એક સર્જક પર ઈમાન એ વાતને સાબિત કરે છે કે કોઈ પણ વસ્તુ કારણ વગર જાહેર નથી થતી, ઉલ્લેખનીય નથી કે વિશાળ વસવાટ કરેલું ભૌતિક બ્રહ્માંડ અને તેમાં રહેલા જીવો અમૂર્ત ચેતના ધરાવે છે અને ગણિતના અમૂર્ત નિયમોનું પાલન કરે છે. મર્યાદિત ભૌતિક બ્રહ્માંડના અસ્તિત્વને સમજાવવા માટે, આપણને એક સ્વતંત્ર સ્ત્રોતની જરૂર છે, અભૌતિક અને શાશ્વત.... More

આપણે મેઘધનુષ્ય અને મૃગજળ જોઈએ છીએ, પરંતુ તે બન્ને અસ્તિત્વમાં નથી! આપણે ગુરુત્વાકર્ષણબળને જોયા વિના તેના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ, કારણ કે તેને ભૌતિક વિજ્ઞાને તે સાબિત કર્યું છે.... More

ઉદાહરણ તરીકે, અને અલ્લાહ પાસે સર્વશ્રેષ્ટ ઉદાહરણો છે, અને માત્ર સમજાવવા માટે એક ઉદાહરણ, જ્યારે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરે છે અને તેને બહારથી નિયંત્રિત કરે છે, ત્યારે તે ઉપકરણની અંદર કોઈપણ રીતે પ્રવેશતો નથી.... More

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ કહ્યું: "અલ્લાહનો તેના બંદાઓ પર અધિકાર એ છે કે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવે... શું તમે જાણો છો કે અલ્લાહ પર બંદાઓનો હક શું છે? મેં કહ્યું: અલ્લાહ અને તેના પયગંબર વધુ સારી રીતે જાણે છે." નબી ﷺ એ કહ્યું: " જો તેઓ આમ કરે તો અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તે તેમને સજા ન આપે".... More

સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે રાજા છીએ" કહેવામાં આવે છે જ્યાં બહુવચન સર્વનામનો ઉપયોગ રાજા, બાદશાહ અથવા સુલતાન જેવા ઉચ્ચ હોદ્દા પર હોય તેવા વ્યક્તિ માટે થાય છે, જો કે, કુરઆન હંમેશા એ સત્યતા પર ભાર મૂકે છે કે જ્યારે પણ ઈબાદતની વાત આવે છે ત્યારે અલ્લાહ એક છે.... More

તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે... [૨૮] (અલ્ કહફ: ૨૯).... More

જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ખૂબ સમૃદ્ધ અને અત્યંત ઉદાર લાગે છે, ત્યારે તે તેના મિત્રો અને પ્રિયજનોને ખાવા-પીવા માટે આમંત્રણ આપે છે.... More

જો અલ્લાહ તેની સૃષ્ટિને જીવનમાં અસ્તિત્વમાં છે કે નહીં તે પસંદ કરવાની તક આપવા માંગતો તો પછી, તેઓ પ્રથમ સ્થાને અસ્તિત્વમાં હતા. જ્યારે મનુષ્ય અસ્તિત્વમાં ન હોય ત્યારે તેમનો અભિપ્રાય કેવી રીતે હોઈ શકે? અહીં મુદ્દો અસ્તિત્વ અને બિન-અસ્તિત્વનો છે. વ્યક્તિનો જીવન પ્રત્યેનો લગાવ અને તેના પ્રત્યેનો ડર એ આ નેઅમત પર તેની રજામંદીની સૌથી મોટી દલીલ છે.... More

દીને એ જીવન જીવવાનો માર્ગ છે, જે માનવી માટે તેના સર્જક સાથે અને તેની આસપાસના લોકો સાથેના સંબંધને નિયંત્રિત કરે છે, અને તે આખિરતનો માર્ગ છે.... More

ખાવા-પીવાની જરૂરિયાત કરતાં પણ વધુ દીન જરૂરી છે. માણસ સ્વભાવે ધાર્મિક (ધર્મના આદેશો પર અમલ કરનાર) છે, તેથી જો તેને સાચા દીનનું માર્ગદર્શન આપવામાં નહીં આવે, તો તે પોતાના માટે એક ધર્મની શોધ કરશે, જે લોકો દ્વારા શોધાયેલો હશે, જેવું કે મૂર્તિપૂજક ધર્મોમાં થયું છે. માનવીને આ દુનિયામાં શાંતિની એવી જ રીતે જરૂર છે જેવી રીતે તેને આ જીવનમાં અને મૃત્યુ પછી શાંતિની જરૂર હોય છે.... More

સૌ પ્રથમ, સાચો ધર્મ માણસની ફિતરત (પ્રારંભિક કુદરતી સ્વભાવ) સાથે સુસંગત હોવો જોઈએ જેને અન્યની દખલગીરી વિના તેના સર્જક સાથે સીધો સંબંધ હોવો જોઈએ, જે માણસના ગુણો અને સારા ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.... More

માનવતાના અંતે, કંઈ જ બાકી નહીં બચે સિવાય જે લોકો જીવિત હશે, જે લોકો મૃત્યુ પામ્યા નહીં હોય, જે કોઈ કહે છે કે ધર્મની છત્રછાયામાં અખલાક (નૈતિકતા)નું પાલન કરવું અગત્યનું નથી તે એવા વ્યક્તિ જેવો છે, જે શાળામાં બાર વર્ષ અભ્યાસ કરે છે અને અંતે કહે છે: મને સર્ટિફિકેટની જરૂર નથી.... More

બુદ્ધિની ભૂમિકા એ વસ્તુઓનો આદેશ આપવાનો અને તેની પુષ્ટિ કરવાનો છે, તેથી માનવ અસ્તિત્વના અંત સુધી પહોંચવામાં બુદ્ધિની અસમર્થતા, ઉદાહરણ તરીકે, તેની ભૂમિકાને રદ કરતી નથી, પરંતુ ધર્મ તેને કહેવાની તક આપે છે કે તે શું કરી શકતું નથી અને ક્યાં સુધી પહોંચી શકતો નથી. દીન તેને તેના સર્જક, તેના અસ્તિત્વના સ્ત્રોત અને તેના અસ્તિત્વના હેતુ વિશે કહે છે, તેથી તે આ માહિતીને સમજે છે, ન્યાય કરે છે અને પુષ્ટિ કરે છે. આમ, સર્જકના અસ્તિત્વની ઓળખ પ્રાપ્ત કરવાથી બુદ્ધિ અને તર્કમાં કોઈ ખલેલ પડતો નથી.... More

આપણા સમયમાં ઘણા લોકો માનતા હતા કે પ્રકાશ સમયની બહાર છે, અને તે સ્વીકાર્યું ન હતું કે સર્જક સમય અને અવકાશના કાયદાને આધીન નથી. એ અર્થમાં કે સર્જક સર્વશક્તિમાન દરેક વસ્તુની પહેલા છે, અને દરેક વસ્તુ પછી છે, અને તે સર્જક સર્વશક્તિમાન પોતાના સર્જનીઓથી ઘેરાયેલા નથી.... More

સત્યતા એ છે કે દિન (ધર્મ) એ જિમ્મેદારી અને જવાબદારી છે, તે આત્માને સચેત કરે છે, અમે એક મોમિનને તાકીદ કરે છે કે તે દરેક નાની મોટી બાબતોમાં પોતાને જવાબદાર બનાવે, મોમિન પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના પાડોશી માટે અને મુસાફરો માટે પણ જવાબદાર છે, તે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરે છે અને અલ્લાહ પર ભરોસો રાખે છે, અને મને નથી લાગતું કે અફીણના વ્યસનીમાં આવા ગુણો છે [૪૩]. અફીણ એ ખસખસના છોડમાંથી કાઢવામાં આવતી એક પ્રકારની દવા છે અને તેનો ઉપયોગ હેરોઈન બનાવવામાં થાય છે.... More

સાચા ધર્મને ત્રણ મૂળભૂત બાબતો દ્વારા ઓળખી શકાય છે અને બીજા ધર્મોથી અલગ કરી શકાય છે [૪૪]: દુક્તૂર અમ્ર શરીફની કિતાબ "ખુરાફતુલ્ ઈલ્હાદ" માંથી નકલ કરીને, જેનું પ્રકાશન ઈસ્વીસન ૨૦૧૪ માં થઇ હતું.... More

જે વસ્તુ સાચી ફિતરત અથવા સામાન્ય બુદ્ધિ તરીકે ઓળખાતી હોય, અને તે દરેક વસ્તુ જે તાર્કિક અને સામાન્ય સમજ અને યોગ્ય મન સાથે સુસંગત છે તે અલ્લાહ તરફથી છે, અને જે જટિલ હોય તે મનુષ્યો તરફથી હોય છે.... More

ઇસ્લામ ધર્મ, તેના ઉપદેશો જીવનની દરેક બાબતોમાં લવચીક અને વ્યાપક છે, કારણ કે તે માનવ ફિતરત (વૃત્તિ) સાથે સંબંધિત છે, જેના આધારે પાલનહારે માણસને બનાવ્યો છે, અને આ ધર્મ આ વૃત્તિના નિયમો અનુસાર આવ્યો છે. જેવુ કે:... More

તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક પયગંબરોએ છેલ્લા નબી મુહમ્મદ ﷺ ના આવવાની ખબર આપી. જેમકે કેટલાક નબીઓ અને પયગંબરો જેમણે અલ્લાહ એ અલગ અલગ કોમો તરફ મોકલ્યા, તેમના નામો કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યા છે ( જેમકે નૂહ, ઈબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ, યૂસુફ, મૂસા, દાવૂદ, સુલૈમાન, ઈસા વગેરે...), કેટલાક બીજા પણ છે ,જેમનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કેટલાક ધાર્મિક પ્રતીકો (જેમ કે રામ, કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ) અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબરો હોવાની સંભાવના એ એક વિચાર છે, જે બાકાત નથી, પરંતુ આ બાબતે પવિત્ર કુરઆનમાંથી કોઈ પુરાવા મળતા નથી, તેથી મુસલમાનો આ કારણથી માનતા નથી. અકીદામાં ફેરફારો (અર્થાત્ જૂથો જાહેર થવા) ત્યારે આવ્યા, જ્યારે લોકોએ પોતાના પયગંબરોને પવિત્ર કર્યા અને અલ્લાહને બદલે તેમની ઈબાદત કરવા લાગ્યા.... More

ફરિશ્તાઓ: તે અલ્લાહનું એક સર્જન છે, પરંતુ તે એક મહાન સર્જન છે, તેમને નૂર વડે પેદા કરવામાં આવ્યા છે, તેઓને સત્કાર્યો કરવા માટે પેદા કરવામાં આવ્યા છે, તેઓ થાક્યા વગર પવિત્ર અલ્લાહની તસ્બીહ (પવિત્રતા) વર્ણન કરે છે અને ઈબાદત કરે છે.... More

સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.... More

અલ્લાહ મૃતકોને એવી રીતે જ જીવિત કરે છે જે રીતે પહેલી વખતમાં તેમણે પેદા કર્યા હતા.... More

અલ્લાહ પોતાના બંદાઓનો તે જ સમયે હિસાબ લેશે જે રીતે તે તેમને તે જ સમયે રોજી આપે છે.... More

સૃષ્ટિની દરેક વસ્તુ સર્જકના અધિકારમાં છે, જે એકલો જ બધું જાણવા વાળો અને માલિક અને દરેક વસ્તુને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે. સૃષ્ટિ શરૂઆતથી જ સૂર્ય, ગ્રહો અને આકાશગંગાઓ અત્યંત ચોકસાઈ સાથે કામ કરી રહ્યા છે અને આ ચોકસાઈ અને ક્ષમતા મનુષ્યના સર્જન પર લાગુ પડે છે. માનવ શરીર અને આત્માઓ વચ્ચે જે સંવાદિતા છે, તે બતાવે છે કે આ આત્માઓને પ્રાણીઓના શરીરમાં વસવાટ કરવો શક્ય નથી, (પુનર્જન્મ) ન તો છોડ અને જંતુઓમાં વસવાટ કરવો શક્ય છે, અને ન તો લોકોમાં. અને અલ્લાહએ માણસને તર્ક અને જ્ઞાનથી અલગ પાડ્યા અને તેને ધરતી પર ખલીફા બનાવ્યો, તેની તરફેણ કરી, તેનું સન્માન કર્યું અને અનેક જીવો ઉપર તેનું સ્થાન ઊંચું કર્યું. અને સર્જકની હિકમત અને ન્યાયથી કયામતના દિવસનું અસ્તિત્વ છે, જેમાં અલ્લાહ જીવોને સજીવન કરશે અને એકલો તેમનો ન્યાય કરશે, અને તેમનું ભાગ્ય જન્નત અથવા જહન્નમમાં હશે, અને તે દિવસે બધા સારા અને ખરાબ કાર્યોનું વજન કરવામાં આવશે.... More

જ્યારે કોઈ વ્યક્તિ, ઉદાહરણ તરીકે, સ્ટોરમાંથી કંઈક ખરીદવા માંગે છે, અને આ વસ્તુ ખરીદવા માટે પ્રથમ પુત્રને મોકલવાનું નક્કી કરે છે, કારણ કે તે અગાઉથી જાણે છે કે આ છોકરો સમજદાર છે, અને તે સીધા જ પિતાને જે જોઈએ છે તે ખરીદવા જશે, પિતાને ખબર છે કે બીજો છોકરો તેના સાથીદારો સાથે રમવામાં વ્યસ્ત હશે, અને પૈસા ગુમાવશે, અને આ હકીકતમાં એક ધારણા છે, જેના પર પિતાએ પોતાનો નિર્ણય બાંધ્યો હતો.... More

જીવનનો મુખ્ય હેતુ ક્ષણિક સુખનો આનંદ માણવાનો નથી; તેના બદલે તે અલ્લાહની ઓળખ અને તેની ઈબાદત દ્વારા ઊંડી આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો છે.... More

વિદ્યાર્થીઓ જ્યારે નવા કાર્યકારી જીવનનો સંપર્ક કરે છે ત્યારે તેઓને રેન્ક અને ગ્રેડ પર અલગ પાડવા માટે પરીક્ષા બનાવવામાં આવી છે, પરીક્ષા ટૂંકી હોવા છતાં તે આગળના નવા જીવન તરફ વિદ્યાર્થીનું ભાવિ નક્કી કરે છે. તેવી જ રીતે, આ જગતનું જીવન, ટૂંકુ હોવા છતાં મનુષ્ય માટે અજમાયશ અને પરીક્ષાના ઘર જેવું છે, જેથી જ્યારે તેઓ મૃત્યુ પછીના જીવનની નજીક આવશે ત્યારે તેઓ ડિગ્રી અને હોદ્દા પર અલગ પાડવામાં આવશે. વ્યક્તિ આ જગતમાંથી પોતાના કર્મોથી બહાર આવે છે અને ભૌતિક વસ્તુઓ સાથે બહાર આવતો નથી, વ્યક્તિએ સમજવું અને જાણવું જોઈએ કે તેણે આ જગતમાં મૃત્યુ પછીના જીવન માટે અને મૃત્યુ પછીના જીવનમાં ઈનામ મેળવવા માટે શું કામ કરવું જોઈએ.... More

માનવ સુખ પાલનહારના આદેશો પર અમલ કરવાથી, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને તેના હુકમ અને તકદીરથી સંતુષ્ટ થવાથી પ્રાપ્ત થાય છે.... More

હા, ઇસ્લામ દરેક લોકો માટે છે અને તેઓ તેનો સ્વીકાર પણ કરી શકે છે, દરેક બાળક પોતાની સાચી ફિતરત પર જન્મે છે, કોઈને ભાગીદાર બનાવ્યા વગર ઈબાદત કરતો હોય છે, (મુસલમાન) પરિવાર, શાળા કે કોઈ પણ ધાર્મિક પક્ષના હસ્તક્ષેપ વિના, તે પ્રત્યક્ષ રીતે પાલનહારની ઈબાદત કરે છે, પુખ્તવય સુધી, પછી તે તેના કાર્યો માટે જવાબદાર અને તેણે કરેલ અમલનો પોતે જ જવાબદાર રહેશે. પછી કાં તો તે મસીહને તેની અને અલ્લાહની વચ્ચે મધ્યસ્થી તરીકે માને છે અને ખ્રિસ્તી બને છે, અથવા તે બુદ્ધને મધ્યસ્થી તરીકે લે છે અને બૌદ્ધ બને છે, અથવા કૃષ્ણને અપનાવી હિંદુ બને છે, અથવા તે મુહમ્મદને ઇસ્લામથી સંપૂર્ણપણે ભટકી જવા માટે મધ્યસ્થી તરીકે લે છે, અથવા તે વૃત્તિના ધર્મ પર રહે છે, એક અલ્લાહની ઈબાદત કરે છે. મુહમ્મદના સંદેશનો અનુયાયી, અલ્લાહની દયા અને શાંતિ તેમના પર હોય, જે તે પોતાના પાલનહાર તરફથી લાવ્યા છે, તે જ સાચો ધર્મ છે, જે સાચી વૃત્તિ સાથે સંમત છે, અને બાકીનું બધું વિચલન છે, પછી ભલે તે મુહમ્મદને અલ્લાહ વચ્ચે ભાગીદાર બનાવતો હોય.... More

સાચો ધર્મ જે સર્જનહાર તરફથી આવ્યો છે તે એક જ ધર્મ છે અને તેનાથી વધુ નહીં, અને તે એક અને એકમાત્ર સર્જકના અકીદાનો સ્વીકારે છે અને તેની જ ઈબાદત કરવાનો આદેશ આપે છે. આપણા માટે ભારત દેશની મુલાકાત લેવી પૂરતું છે, ઉદાહરણ તરીકે, લોકો વચ્ચે કહેવું: સર્જક અને ઇલાહ એક જ છે, તો દરેકે એક અવાજે જવાબ આપ્યો: હા, હા, સર્જક એક છે, આ તો અમારી પુસ્તકોમાં લખાયેલું છે [૮૯], પરંતુ તેઓ અલગ પડે છે અને લડે છે, અને મૂળભૂત મુદ્દા પર એકબીજાની હત્યા કરે છે: પાલનહાર પૃથ્વી પર છબી અને સ્વરૂપમાં આવે છે. ભારતીય ખ્રિસ્તી કહે છે, ઉદાહરણ તરીકે: અલ્લાહ એક છે, પરંતુ તે ત્રણ વ્યક્તિઓ (પિતા, પુત્ર અને પવિત્ર આત્મા) માં મૂર્તિમંત છે. અને તેમની વચ્ચેનો ભારતીય હિંદુ કહે છે: ભગવાન પ્રાણી, મનુષ્ય અથવા મૂર્તિના રૂપમાં મૂર્તિમત છે. હિન્દુ ધર્મમાં: (ચાંદોગ્ય ઉપનિષદ ૬: ૧-૨). "તે માત્ર એક જ ઇલાહ છે અને તેના સિવાય બીજો કોઈ ઇલાહ નથી." (વેદ શ્વેતાશ્વતર ઉપનિષદ: ૪: ૧૯, ૪: ૨૦, ૯: ૬). "ઇલાહનો કોઈ પિતા નથી અને કોઈ ગુરુ નથી". "તેને જોવું શક્ય નથી, કોઈ તેને આંખથી જોઈ શકતું નથી". "તેના જેવો કોઈ જ નથી". (યજુર્વેદ ૯: ૪૦). "જેઓ પ્રકૃતિના તત્વો (વાયુ, પાણી, અગ્નિ વગેરે) ની પૂજા કરે છે તેઓ તેઓ અંધકારમાં ડૂબી જાય છે. જેઓ સંભૂતિની પૂજા કરે છે (મૂર્તિ, ખડક વગેરે જેવી વસ્તુઓ)..." ( ખ્રિસ્તી ધર્મ): (મેથ્યુની ગોસ્પેલ ૧૦: ૪). "પછી ઈસાએ તેને કહ્યું: "શૈતાનથી દૂર જાઓ, કારણ કે તે લખેલું છે: તમે પાલનહારને સિજદો કરો અને તમે ફક્ત તેની જ ઈબાદત કરો.'" (પુસ્તક નિર્ગમન ૫-૩: ૨૦). "મારા સમક્ષ તમારે અન્ય કોઈ દેવતાઓ ન હોવા જોઈએ. ઉપર જન્નતમાં શું છે, નીચે પૃથ્વી પર શું છે અને પૃથ્વીની નીચે પાણીમાં શું છે તેની પ્રતિમા અથવા મૂર્તિ બનાવશો નહીં. તેમને સિજદો કરશો નહીં અને કરો, મને ધિક્કારનારાઓની ત્રીજી અને ચોથી પેઢીના બાળકોમાં માતા-પિતાની ભૂલો મને યાદ આવે છે."... More

ઇસ્લામિક ધર્મ શ્રેષ્ઠ માટે સાથ આપવા, સહનશીલતા અને દલીલ પર આધારિત છે.... More

જ્ઞાનની ઇસ્લામિક વિભાવના વિશ્વાસ અને વિજ્ઞાનના નક્કર પાયા પર આધારિત છે, જે મનના જ્ઞાનને હૃદયના જ્ઞાન સાથે, પાલનહાર પર ઈમાન સાથે અને વિશ્વાસથી અવિભાજ્ય જ્ઞાન સાથે જોડે છે.... More

કેટલાક ડાર્વિનવાદીઓ કે જેઓ કુદરતી પસંદગી (એક અતાર્કિક ભૌતિક પ્રક્રિયા)ને એક અનન્ય સર્જનાત્મક બળ તરીકે માને છે જે કોઈપણ વાસ્તવિક પ્રયોગમૂલક આધાર વિના તમામ મુશ્કેલ ઉત્ક્રાંતિ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, તેઓ પછીથી બેક્ટેરિયલ કોષોની રચના અને કાર્યમાં ડિઝાઇનની જટિલતાઓ શાધે છે, તેઓએ "સ્માર્ટ" બેક્ટેરિયા, "માઇક્રોબાયલ ઇન્ટેલિજન્સ", "નિર્ણય-નિર્ધારણ" અને "સમસ્યા-નિવારણ બેક્ટેરિયા" જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આમ, બેક્ટેરિયા તેમના નવા ઇલાહમાં ફેરવાઈ ગયા[104].... More

ઇસ્લામ આ વિચારને સંપૂર્ણપણે નકારી કાઢે છે, અને કુરઆન સ્પષ્ટ કરે છે કે અલ્લાહએ આદમને માણસના સન્માન માટે સ્વતંત્ર બનાવીને અને તેને પૃથ્વી પર ખલીફા બનાવવા માટે સૃષ્ટિના ઇલાહની હિકમતને પરિપૂર્ણ કરીને અન્ય તમામ જીવોથી અલગ પાડ્યો છે.... More

વિજ્ઞાન સામાન્ય મૂળના ઉત્ક્રાંતિની વિભાવના માટે ખાતરીપૂર્વક પુરાવા આપે છે, જેનો પવિત્ર કુરઆનમાં ઉલ્લેખ છે.... More

પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.... More

લોકોમાં વિવિધ સિદ્ધાંતો અને માન્યતાઓના અસ્તિત્વનો અર્થ એ નથી કે ત્યાં એક પણ સાચું સત્ય નથી, ઉદાહરણ તરીકે, કાળી કાર ધરાવનાર વ્યક્તિ દ્વારા વપરાતા પરિવહનના માધ્યમો વિશે લોકોના કેટલા ખ્યાલો અને ધારણાઓ હોય, ઉદાહરણ તરીકે, તે હકીકતને નકારી શકાતી નથી કે તેની પાસે કાળી કાર છે, ભલે આખું વિશ્વ માને કે આ વ્યક્તિની કાર લાલ છે, આ માન્યતા તે કારને લાલ નથી બનાવતી, તે એક સત્ય છે, જે કાળી કાર છે.... More

બળાત્કાર દુષ્ટ છે કે નહીં તે નક્કી કરવા માટે તેની ધૂન દ્વારા શાસિત માનવીની પ્રતીતિ અતાર્કિક છે, તેના બદલે તે સ્પષ્ટ છે કે બળાત્કારમાં જ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે, અને તેના મૂલ્ય અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે, અને આ સૂચવે છે કે બળાત્કાર દુષ્ટ છે. તેમજ સમલૈંગિકતા, જે વૈશ્વિક ધોરણો અને લગ્નેતર સંબંધોનો ભંગ છે, જો આખું વિશ્વ તેની અમાન્યતા પર એકરૂપ થઈ જાય તો પણ ફક્ત સાચે જ સાચું છે, અને ભૂલ એ સૂર્યની સ્પષ્ટતાની જેમ સ્પષ્ટ છે, ભલે બધા મનુષ્ય તેની માન્યતા સ્વીકારે.... More

એવી કોઈ ચોક્કસ સત્ય વાત નથી કે જે ઘણા લોકો અપનાવે છે તે પોતે જ સાચું અને ખોટું શું છે તે વિશેની માન્યતાઓ રાખે છે, અને તેઓ તેને અન્ય લોકો પર લાદવાનો પ્રયાસ કરે છે, તેઓના વર્તનનું ધોરણ અપનાવે છે અને દરેકને તેનું પાલન કરવા દબાણ કરે છે, આમ તેઓ જે વસ્તુને જાળવી રાખવાનો દાવો કરે છે તેનું ઉલ્લંઘન તેઓ પોતે જ કરે છે - એક સ્વ-વિરોધાભાસી સ્થિતિ કહેવાય.... More

પૃથ્વી ગ્રહ પર મનુષ્યોની હાજરીની જેમ અવકાશમાં ફરે છે, જેમ કે વિવિધ સંસ્કૃતિના મુસાફરો એક પ્લેન પર ભેગા થાય છે જે તેમને અજાણી દિશા સાથે અજાણી મુસાફરી પર લઈ જવામાં આવે છે, અને તેઓ પોતાને સેવા આપવા અને પ્લેનમાં મુશ્કેલીઓ સહન કરવા માટે ફરજ પાડે છે.... More

શું ખ્રિસ્તી માનતો નથી કે મુસ્લિમ એક નાસ્તિક છે - ઉદાહરણ તરીકે - કારણ કે તે તષલીષના સિદ્ધાંતમાં માનતો નથી, જેમાં તે વિશ્વાસ કર્યા સિવાય રાજ્યમાં પ્રવેશ કરશે નહીં? કાફિર શબ્દનો અર્થ છે સત્યને નકારવું, અને મુસ્લિમ માટે સત્ય તોહિદ છે, અને ખ્રિસ્તી માટે તે તષલીષ છે.... More

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.... More

જો કુરઆન યહૂદીઓમાંથી હોત, તો તેઓ તેને પોતાને માટે જવાબદાર ઠેરવવામાં સૌથી ઝડપી હોત, શું કુરઆનને ઉતારવાના સમયે યહૂદીઓએ એવો દાવો કર્યો હતો?... More

તે પ્રાચીન સંસ્કૃતિના સાચા વિજ્ઞાનમાંનું એક હતું, જેમાં ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધા સામેલ છે, નિર્જન રણમાં ઉછરેલો ઉમ્મી (અભણ) પયગંબર આ સંસ્કૃતિમાંથી દંતકથાઓ છોડી માત્ર સાચી વાતો નકલ કેવી રીતે કરી શકે?... More

દુનિયામાં ઘણી ભાષાઓ અને લહેજાઓ (વાત કરવાનો તરીકો) છે, જો તેમાંથી કોઈ એક પણ ભાષામાં ઉતારવામાં આવતું તો લોકો હેરાન થઈ જતાં. ખરેખર અલ્લાહ પયગંબરોને તેમની કોમની ભાષામાં જ મોકલે છે, અને અલ્લાહ તઆલાએ મુહમ્મદ ﷺ ને છેલ્લા પયગંબર બનાવીને મોકલ્યા, અને કુરઆનની ભાષા પણ તેમની કોમની છે, અને કુરઆનને કયામત સુધી ફેરફારથી સુરક્ષિત કરી દીધું, તેણે મસીહની કિતાબ માટે ઉદાહરણ તરીકે આરામિક ભાષા પસંદ કરી.... More

નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ સામાન્ય આદેશને મર્યાદિત કરવો, અને શરિઅતમાં આ એક સામાન્ય વાત છે જે આદમ થી ચાલી રહી છે. જેમકે આદમના સમયે ભાઈ બહેનની શાદી થતી હતી પરંતુ પછીની શરિઅત દ્વારા તેને ખતમ કરી દેવામાં આવી; એવી જ રીતે શનિવારે કામ કરવી ઈબ્રાહીમ અને તે પહેલાની શરિઅતમાં જાઈઝ હતું પરંતુ તેને મૂસાની શરિઅતમાં ખતમ કરી દેવામાં આવ્યું, અને અલ્લાહ તઆલાએ બની ઈસ્રાઈલના લોકો જ્યારે એક વાછરડાની પૂજા કરવા લાગ્યા તો આદેશ આપ્યો કે તેઓ પોતે જ પોતાને કતલ કરે, પછી આ આદેશ ખત્મ કરી દેવામાં આવ્યો, વગેરે આ જેવા ઘણા ઉદાહરણો છે, એક આદેશને બીજા આદેશ વડે બદલવો તેજ શરિઅત વડે અથવા બીજી શરિઅત વડે તે શકય, જેમકે અમે પાછળ ઘણા ઉદાહરણો વર્ણન કર્યા.... More

પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ પાસે જે અલગ અલગ લહેજાઓના નુસખા અલગ અલગ દેશોમાં હતા તેને બાળી નાખવાનો આદેશ આપ્યો, અને તેમની તરફ એક નવો નુસખો મોકલ્યો, જે મૂળ નુસ્ખા જેમ જ હતો, જે નબી ﷺ છોડી ને ગયા હતા અને જેને અબૂ બકર રઝી. એ એકઠો કર્યો હતો, આવું એટલા માટે કરવામાં આવ્યું કે હવે દરેક દેશોમાં જે નુસખો છે તેનું મૂળ એક જ છે, જે નબી ﷺ છોડીને ગયા હતા.... More

ઇસ્લામ એ પ્રગિક વિજ્ઞાનનો વિરોધ કરતો નથી, અને કેટલાક પશ્ચિમના વિજ્ઞાનિકો જેઓ અલ્લાહ પર ઈમાન ધરાવતા ન હતા તો પણ તેઓ પોતાની વૈજ્ઞાનિક શોધો દ્વારા સર્જકના અસ્તિત્વ સુધી પહોંચ્યા હતા, જેના કારણે તેઓ સત્ય તરફ આકર્ષિત થયા. ઇસ્લામ એ અકલ અને વિચાર પર પ્રભ્તુવ ધરાવે છે, અને સૃષ્ટિ વિષે ચિંતન મનન કરાવનું કહે છે.... More

પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.... More

માનવ ટેક્નોલોજીએ એક જ ક્ષણે વિશ્વના તમામ ભાગોમાં માનવ અવાજો અને છબીઓ પહોંચાડી છે, તો શું ૧૪૦૦ વર્ષ પહેલાં માનવજાતના સર્જક તેમના પયગંબર સાથે આત્મા અને શરીર આકાશ પર જઈ શકે છે[૧૫૧]? પયગંબર "અલ-બુરાક" નામના પ્રાણીની પીઠ પર ચડ્યા. અલ-બુરાક: એક સફેદ પ્રાણી, ગધેડા કરતાં ઊંચું અને ખચ્ચર કરતાં નાનું, તેના અંગોના છેડે તેના ખૂર છે. તેની પાસે એક લગાવ અને કાઠી છે. પયગંબરો તેમના પર સવારી કરતા હતા. (બુખારી અને મુસ્લિમ).... More

અમે સહીહ અલ્ બુખારી (પયગંબરની હદીસની સૌથી સહીહ (સાચી) પુસ્તક) માં જોઈએ તો જાણવા મળશે કે આયશા રઝી. પયગંબર મુહમ્મદ પ્રત્યેના તીવ્ર પ્રેમ વિશે વાત કરે છે, અને અમને લાગે છે કે તેણીએ આ લગ્ન વિશે ક્યારેય ફરિયાદ કરી નથી.... More

બનુ કુરૈઝાના યહૂદીઓએ કરેલ કરાર તોડ્યો, અને મુસ્લિમોને ખતમ કરવા માટે મુશરિકો સાથે એકમત થયા, તેથી તેમનું કાવતરું તેમને કતલ કરવા માટે પાછું ફર્યું, જ્યાં રાજદ્રોહ અને તેમના કાયદામાં સમાવિષ્ટ કરારો તોડવાનો બદલો તેમના પર સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે અલ્લાહના પયગંબરે તેમને તેમની બાબતોમાં કોણ શાસન કરશે તે પસંદ કરવાની મંજૂરી આપી અને તેઓએ પયગંબરના સાથીઓમાંથી એકને નક્કી કર્યા હતા અને તેઓને સજા કરવામાં આવી હતી, તેમના કાયદામાં સમાયેલ પ્રતિશોધ લાગુ કરવા [૧૫૩]. "તારીખુલ્ ઇસ્લામ" (ઇસ્લામનો ઇતિહાસ) (૨/ ૩૦૭-૩૧૮).... More

પહેલી આયત: "દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે..." [૧૫૪]. આ આયતમાં એક મહાન ઇસ્લામિક સિદ્ધાંત નક્કી કરેલો છે, જે ધર્મ પર બળજબરી પર પ્રતિબંધ છે. જ્યારે બીજી આયતમાં: "અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ન આખિરતના દિવસ પર..." [૧૫૫], તેનો વિષય વિશિષ્ટ છે, જેઓ અલ્લાહના માર્ગમાં અવરોધે બને છે, અને અન્ય લોકોને ઇસ્લામની દાવતનેને સ્વીકાર કરવાથી રોકે છે, તેનાથી સંબંધિત છે, તેથી બન્ને આયતો વચ્ચે કોઈ વાસ્તવિક વિરોધાભાસ દેખાતો નથી. (અલ્ બકરહ: 256). (અત્ તોબા:૨૯).... More

ઈમાન એ બંદા અને તેના પાલનહાર વચ્ચેનો સંબંધ છે, જ્યારે તે તેને તોડવા માંગે છે, ત્યારે તેનો પાલનહાર તેને આદેશ આપે છે. પરંતુ જ્યારે તે તેને ખુલ્લેઆમ જાહેર કરવા માંગે છે અને તેને ઇસ્લામ સાથે લડવા અને તેની છબીને બગાડવા અને તેની સાથે વિશ્વાસઘાત કરવાના બહાના શોધે છે, તો પછી માનવસર્જિત યુદ્ધના નિયમોમાંનો એક એ છે કે તેને મારી નાખવામાં આવે, અને આ તે છે, જેની સાથે કોઈ વિરોધ કરતું નથી.... More

પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમના લોકો સાથે મિસર છોડી દીધું, અને મુહમ્મદ ﷺ એ મદીના તરફ હિજરત કરી, અને તે પહેલાં તેમના અનુયાયીઓ હબશા તરફ હિજરત કરી હતી, જેઓ તે દેશમાં રાજકીય અને લશ્કરી પ્રભાવથી બચવા માટે તે દેશમાંથી પોતાના ધર્મસાથે હિજરત કરી. મસીહની દઅવતમાં તફાવતનો મુદ્દો એ કે તે બિન મૂર્તિપૂજકો માટે હતું, એટલે કે યહૂદીઓ (મૂસા અને મુહમ્મદની વિરુદ્ધ, કારણ કે તેમના લોકો મૂર્તિપૂજક હતા: મિસર અને અરબ દેશ), જેણે સંજોગો પણ વધુ મુશ્કેલ બનાવ્યા. મૂસા અને મુહમ્મદને દઅવત સોંપવામાં આવેલ પરિવર્તન, તે એક મૂળ અને વ્યાપક પરિવર્તન હતું અને મૂર્તિપૂજકતાથી તોહીદ તરફ એક વિશાળ ગુણાત્મક પરિવર્તન છે.... More

જેહાદનો અર્થ છે, ગુનાહથી બચવા માટે પોતાની સામે લડવું. એક માતાનો જિહાદ, સગર્ભાવસ્થાની પીડા સહન કરીને તેની ગર્ભાવસ્થામાં માતાનો સંઘર્ષ, વિદ્યાર્થીએ પોતાના અભ્યાસમાં લગન, તેના પૈસા, સન્માન અને ધર્મના રક્ષકની સુરક્ષા માટે જિહાદ, રોઝા અને સમયસર નમાઝ જેવી ઇબાદતમાં પણ સતત રહેવું એ પણ એક પ્રકારનો જિહાદ ગણવામાં આવે છે.... More

હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો લેવો અથવા જુલમ ખતમ કરવો, પવિત્રતાઓનું ઉલ્લંઘન કર્યા વિના અથવા મરવાની હિંમત કર્યા વિના અને ધર્મ અથવા તેના હેતુઓ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા જૂથોના હિતોની સેવા કરવા માટે અને આ મહાન ધર્મની સહનશીલતા અને નૈતિકતાથી દૂર જવા માટે પોતાને વિનાશ માટે ખુલ્લા પાડ્યા વિના. જન્નતની નેઅમતોને વ્યાપક અર્થમાં ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે તે માત્ર હૂરની પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી; તેના બદલે એવી વસ્તુઓ છે જે ક્યારેય કોઈ આંખે જોઈ નથી, કોઈ કાને સાંભળ્યું નથી, અને કોઈ માનવ હૃદય ક્યારેય કલ્પના કરી શક્યું નથી. (અન્ નિસા: ૨૯).... More

તલાવર શબ્દનું વર્ણન કુરઆનમાં ફક્ત એક જ વખત કરવામાં આવ્યું છે. જે દેશોમાં ઈસ્લામના ઈતિહાસમાં યુદ્ધો જોવા મળ્યા નથી તે એવા દેશો છે જ્યાં આજે વિશ્વના મોટાભાગના મુસ્લિમો વસે છે, જેમ કે ઈન્ડોનેશિયા, ભારત, ચીન અને અન્ય. તેનો પુરાવો મુસ્લિમો દ્વારા જીતેલા દેશોમાં ખ્રિસ્તીઓ, હિંદુઓ અને અન્ય લોકોની હાજરી છે. જ્યારે બિન-મુસ્લિમો દ્વારા વસાહત ધરાવતા દેશોમાં માત્ર થોડા મુસ્લિમો છે. જે નરસંહારના યુદ્ધો હતા અને નજીકના અને દૂરના દરેકને તેમના વિશ્વાસને સ્વીકારવા દબાણ કરતા હતા, જેમ કે ધર્મયુદ્ધ અને અન્ય યુદ્ધ.... More

એક સદાચારી મુસલમાન પયગંબર મુહમ્મદના સહાબાનું અનુસરણ કરે છે, તેમની સાથે મોહબ્બત કરે છે, અને તેમની જેમ નેક બનવાનો પ્રયત્ન કરે છે, અને ફક્ત એક જ અલ્લાહની ઈબાદત કરે છે જેવી રીતે તેઓ કરતા હતા, પરંતુ તેઓ તેમને પવિત્ર નથી કરતા, અને ન તો પોતાની અને પોતાના પાલનહાર વચ્ચે મધ્યસ્થ બનાવે છે.... More

મુહમ્મદ ﷺ ન તો શિઆ હતા ન તો સુન્ની, તેઓ તો સાચા મુસલમાન હતા, અને મસીહ ન તો કેથોલિક હતા ન તો બીજા કોઈ, તેઓ કોઈ પણ મધ્યસ્થ વગર ફક્ત એક અલ્લાહના બંદા હતા, અને મસીહ ન તો પોતાની ઈબાદત કરતા હતા ન તો પોતાની માતાની, એવી જ રીતે મુહમ્મદ ﷺ એ ક્યારેય પોતાની ઈબાદત નથી કરી, ન તો પોતાની દીકરીઓની ન તો પોતાની પત્નીઓની.... More

ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ્ઞાતિવાદ નથી, પરંતુ દીન દરેક માટે છે, લોકો અલ્લાહ સમક્ષ કાંસકીના દાંતરડા જેવા છે, એટલા માટે કોઈ અરબી અને બિન અરબીમાં કોઈ ફર્ક નથી, સિવાય કે જે પરહેઝગાર કે સદાચારી હોઈ. ઈમામત માટે સૌથી લાયક તે છે, જે નમાઝના આદેશોને સંપૂણ રીતે જાણવાવાળો અને સૌથી વધારે યાદ કરનાર અને ઇલ્મ ધરાવનાર હોઈ, અને મુસલમાને એક ઈમામની કેટલી પણ ઇઝ્ઝત કેમ ન કરતા હોઈ તે કોઈ પણ બાબતમાં કરારોને સંભાળતો નથી અને ન તો તે તેમના ગુનાહો માફ કરે છે, જેમ કે પાદરી કરતો હોઈ છે.... More

નબી (સંદેશવાહક) તે છે, જેની તરફ વહી કરવામાં આવી હોઈ, અને તેને કોઈ નવો સંદેશ અથવા કોઈ નવો તરીકો આપ્યો ન હોઈ, અને પયગંબર તે છે, જેને અલ્લાહ એ એક તરીકો અને શરિઅત (કાનૂન) સાથે મોકલ્યો હોઈ, જે તેની કોમ પ્રમાણે હોઈ, ઉદાહરણ તરીકે (તૌરાત જે પયગંબર મૂસા તરફ ઉતારવામાં આવી, ઇન્જિલ જે મસીહ તરફ ઉતારવામાં આવી, કુરઆન જે નબી મુહમ્મદ તરફ અને ઈબ્રાહીમના સહીફા (શાસ્ત્રો) અને ઝબૂર જે દાવૂદ પર ઉતારવામાં આવ્યા).... More

માનવી પાસે માનવીને જ મોકલવા વધુ યોગ્ય હતું કારણ કે તેમની ભાષામાં વાત કરતો અને તેમના માટે એક આદર્શ તરીકે હોતો, અને જો અલ્લાહ તેમના માટે એક ફરિશ્તાને પયગંબર બનાવીને મોકલતો તો તે તે કાર્યો કરતો જે તેમના માટે અશક્ય હોત, અને તેઓ દલીલ આપતા કે આ ફરિશ્તો છે અને જે તે કરી શકે છે એ અમેં નથી કરી શકતા.... More

અલ્લાહ પોતાના સર્જક સાથે વહી દ્વારા કેવી રીતે વાત કરે છે તેની દલીલો:... More

માનવીઓને જે અલ્લાહએ સબક શીખવાડ્યો છે, કે અલ્લાહ એ માનવીઓના પિતા આદમની તૌબા કબૂલ કરી એક હરામ વૃક્ષને ખાવા પર, જે માનવીઓ માટે અલ્લાહની માફીનો પહેલો કિસ્સો છે, આદમ દ્વારા વરસામાં મળેલી ભૂલ વિષે ઈસાઈઓનો અકીદો અર્થહીન છે, કે કોઈ ભાર ઉઠાવવા વાળો બીજાનો ભાર નહીં ઉઠાવે, બીજા શબ્દોમાં, દરેક વ્યક્તિ પોતે જ પોતાની ભૂલોનો જવાબદાર છે; આ પાલનહારની કૃપા છે કે માનવી શુદ્ધ અને ગુનાહોથી પવિત્ર જન્મે છે, અને પોતાની જયારે પુખ્તવય (તરુણાવસ્થા) નો થાય છે ત્યારે જ પોતાના કાર્યોનો જવાબદાર બને છે.... More

પેદા કરવાવાળો ઇલાહ, જીવિત, કાયમ, બે નિયાઝ અને કુદરત વાળો છે, તેને માનવજાતિ માટે મસીહની છબી અપનાવી ક્રોસ પર મારવાની જરૂર નથી, જેવુંકે ઈસાઈઓ માને છે, તે જે છે જે જીવન આપવા વાળો અને લેવાવાળો છે, એટલા માટે ન તો તેનું મૃત્યુ થયું છે ન તો તે ફરી જીવિત થયો છે. તે જ છે જેણે પોતાના પયગંબર ઈસા (મસીહ) ને કતલ અને ફાંસી થવાથી બચાવ્યા, જેવી રીતે કે તેણે પોતાના પયગંબર ઈબ્રાહીમને આગથી બચાવ્યા હતા, અને મૂસાને ફિરઓન અને તેના સિપાહીઓથી બચાવ્યા હતા, આવી જ રીતે તે પોતાના નેક બંદાઓની મદદ અને સુરક્ષા કરે છે.... More

એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા યહૂદી એવું ઈમાન ધરાવે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (મઅબૂદ) નથી અને મુહમ્મદ અલ્લાહના પયગંબર છે તો અમે આમારી દીકરીઓના લગ્ન તેમની સાથે કરી શકી એ છીએ.... More

ઇસ્લામિક સંસ્કૃતિએ તેના સર્જક સાથે સારી રીતે વ્યવહાર કર્યો છે, અને સર્જક અને તેના સર્જન વચ્ચેના સંબંધને યોગ્ય સ્થાને મૂક્યો છે. એવા સમયે જ્યારે અન્ય માનવ સંસ્કૃતિઓએ પાલનહાર સાથે ખોટો વ્યવહાર કર્યો, તેઓએ તેમની સાથે કુફ્ર કર્યો, તેમના સર્જનને તેમની સાથે ઈમાન અને ઇબાદતમાં સાથે જોડ્યા, અને તેમને એવા સ્તરે નીચે મોકલ્યા જે તેમની ભવ્યતા અને કુદરત સાથે અસંગત છે.... More

દીન સારી રીતભાત અપનાવવા અને ખરાબ કાર્યોથી દૂર રહેવા માટે કહે છે. આમ, કેટલાક મુસ્લિમોનું ખરાબ વર્તન તેમની સાંસ્કૃતિક આદતો અથવા તેમના ધર્મ પ્રત્યેની તેમની અજ્ઞાનતા અને સાચા ધર્મથી દૂર રહેવાને કારણે છે.... More

પશ્ચિમી અનુભવ મધ્ય યુગમાં લોકોની ક્ષમતાઓ અને મન પર ચર્ચ અને રાજ્યના વર્ચસ્વ અને જોડાણની પ્રતિક્રિયા તરીકે આવ્યો હતો. ઇસ્લામિક પ્રણાલીની વ્યવહારિકતા અને તર્કને જોતાં ઇસ્લામિક વિશ્વને ક્યારેય આ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.... More

મુસલમાન પાસે લોકશાહી કરતાં કંઈક સારું છે અને તે શૂરા સિસ્ટમ (મશવરા માટેની કમિટી) છે.... More

હુદૂદ (પ્રતિબંધો એટલા માટે કે) જમીનમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનો ઇરાદો ધરાવતા લોકોને અટકાવવા અને સજા કરવા માટે સુયોજિત કરવામાં આવ્યા હતા, એ પુરાવા સાથે કે તેઓ ભૂખ અને અતિશય જરૂરિયાતને કારણે આકસ્મિક હત્યા અથવા ચોરીના કેસોમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. હુદૂદ (પ્રતિબંધો) નાના બાળકો, પાગલ અથવા માનસિક રીતે બીમાર લોકો પર લાગુ પડતું નથી, તે મુખ્યત્વે સમાજને બચાવવા માટે છે, હકીકત એ છે કે તે કઠોર છે, તે મસ્લિહત (અનુકૂળતા) નો એક ભાગ છે, જે ધર્મ સમાજને પ્રદાન કરે છે, અને જેમાં સમાજના સભ્યોએ આનંદ કરવો જોઈએ, તેનું અસ્તિત્વ લોકો માટે દયા છે, જેના દ્વારા તેમને માટે સલામતી પ્રાપ્ત થશે, અને ગુનેગારો, ડાકુઓ અને વિદ્રોહી સિવાય કોઈને આ હુદૂદ (પ્રતિબંધો) સામે તેમના પોતાના ભયને કારણે કોઈ વાંધો નથી. આ મર્યાદાઓમાં તે છે, જે પહેલાથી માનવસર્જિત કાયદાઓમાં અસ્તિત્વમાં છે, જેમ કે મોતની સજા અને અન્ય સજા.... More

ઇસ્લામના સામાન્ય નિયમોમાંથી એક જણાવે છે કે સંપત્તિ અલ્લાહની છે અને લોકોને તેની સોંપણી કરવામાં આવે છે અને તે સંપત્તિ ફક્ત ધનિકોમાં જ ફરતી ન હોવી જોઈએ. ઇસ્લામ ગરીબો અને જરૂરિયાતમંદોને ઝકાત દ્વારા તેનો નાનો હિસ્સો આપ્યા વિના સંપત્તિનો સંગ્રહ કરવાની મનાઈ ફરમાવે છે, જે એક ઈબાદતનું કાર્ય છે, જે માણસને બલિદાનને પ્રાધાન્ય આપવામાં મદદ કરે છે અને કંજુસતા અને બખીલીને દૂર કરવામાં મદદરૂપ થાય છે.... More

દાખલા તરીકે, ઇસ્લામમાં આર્થિક વ્યવસ્થા, મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સરળ સરખામણી કરીશું તો, તે સ્પષ્ટ થઇ જશે કે ઈસ્લામે આ સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું.... More

ઉગ્રવાદ, કટ્ટરતા અને સખ્તી એ એવા ગુણો સિવાય બીજું કંઈ નથી જે મૂળભૂત રીતે સાચા ધર્મ દ્વારા પ્રતિબંધિત છે. પવિત્ર કુરઆને ઘણી આયતોમાં વ્યવહારમાં દયા અને નમ્રતા અપનાવવા અને ક્ષમા અને સહનશીલતાના સિદ્ધાંતને અપનાવવાનો આદેશ આપ્યો છે.... More

ધર્મ મૂળરૂપે લોકોને તેમના પર લાદવામાં આવતા ઘણા પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માટે આવે છે. પૂર્વ-ઇસ્લામના સમયમાં અને ઇસ્લામ પહેલાં, ઉદાહરણ તરીકે, ઘૃણાસ્પદ પ્રથાઓ ફેલાયેલી હતી જેમ કે સ્ત્રી ભ્રૂણહત્યા, પુરુષો માટે ખોરાકના પ્રકારનું વિશ્લેષણ કરવું અને સ્ત્રીઓ માટે તેમને પ્રતિબંધિત કરવું, સ્ત્રીઓને વારસા માંથી વંચિત રાખવી, મૃત માંસ ખાવું ઉપરાંત વ્યભિચાર કરવો, દારૂ પીવું, અનાથના પૈસા, વ્યાજખોરી અને અન્ય ફહશ (ખરાબ કૃત્યો) કરવા.... More

"હે નબી! તમારી પત્નીઓ અને દીકરીઓ અને મોમિન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના ઉપર પોતાની ચાદર ઓઢીને રાખે, જેના કારણે તેઓ ઓળખાય જશે અને તેમની સતાવણી કરવામાં નહીં આવે, અને અલ્લાહ માફ કરવાવાળો અને રહેમ કરવાવાળો છે" [૨૦૫]. (અલ્ અહઝાબ: ૫૯).... More

હકીકતમાં, માથું ખોલવું એ સંપૂર્ણ પછાતપણું છે, શું આદમના સમયથી આગળ પણ કોઈ પછાતપણું છે; જ્યારથી અલ્લાહ એ આદમ અને તેની પત્નીને પેદા કર્યા અને તેમણે જન્નતમાં રહેવા માટે મોકલ્યા ત્યારથી તેમને કપડાં પહેરવા અને પરદો કરવા માટે જવાબદાર બનાવ્યા હતા.... More

પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેની શારીરિક રચનાના તફાવત પર વિશ્વ સર્વસંમતિથી (ઈજમાઅ) સંમત થયું છે, જે હકીકત દ્વારા પુરાવા મળે છે કે પુરુષોના સ્વિમિંગ (તરવાના) કપડાં પશ્ચિમમાં સ્ત્રીઓના કપડાં કરતાં અલગ છે. ફિતનાથી બચવા માટે સ્ત્રી પોતાના શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે છે, પરંતુ શું ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે કોઈ સ્ત્રીએ પુરુષનો બળાત્કારનો કર્યો હોય? પશ્ચિમમાં મહિલાઓ ઉત્પીડન અથવા બળાત્કાર વિના સુરક્ષિત જીવન માટેના તેમના અધિકારોની માંગ કરતા પ્રદર્શનોમાં ભાગ લે છે, અને અમે પુરુષો દ્વારા આ પ્રકરના પ્રદર્શનો વિશે સાંભળ્યું નથી.... More

એક મુસલમાન સ્ત્રી પોતાના માટે ન્યાયની શોધ કરે છે, સમાનતાની નહીં, પુરુષો સાથે તેમની સમાનતા તેમને ઘણા અધિકાર અને ગુણવત્તાથી વંચિત કરી દે છે. માનીલો કે એક વ્યક્તિના બે છોકરાઓ છે, જેમાંથી એક પાંચ વર્ષનો છે અને બીજો અઢાર વર્ષનો છે, અને તે વ્યક્તિ બંને માટે એક એક ખમીઝ લેવા માંગે છે, અહીં સમાનતા તે છે, તે બન્ને માટે એક જ માપની ખમીઝ લઇ આપે, જેના કારણે એકને તકલીફ થાય છે, પરંતુ ન્યાય તે છે તે બન્ને ના તેમના માપ પ્રમાણે લઇ આપે, અને આ રીતે દરેકને સુખ પ્રાપ્ત થાય છે.... More

વૈશ્વિક આંકડાઓ અનુસાર, સ્ત્રી અને પુરુષનો જન્મ દર લગભગ સમાન છે, જો કે તે વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે સ્ત્રીઓનો જીવિત રહેવાનો દર પુરુષો કરતાં વધુ છે. યુદ્ધોમાં, પુરુષોની હત્યાની ટકાવારી સ્ત્રીઓ કરતાં વધુ છે. તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરૂષો કરતા મોટી છે જેના પરિણામે વિશ્વમાં વિધવા મહિલાઓની ટકાવારી પુરૂષ વિધવાઓ કરતાં વધુ છે. આ રીતે આપણે તે નિર્ણય સુધી પહોંચીશું કે દુનિયામાં સ્ત્રીઓની વસ્તી પુરુષો કરતા વધારે છે, તેથી એક પુરુષને ફક્ત એક સ્ત્રી સુધી મર્યાદિત રાખવો તે વ્યવહારિક રીતે યોગ્ય નથી.... More

એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, જે આધુનિક સમાજમાં ઘણીવાર ગણવામાં આવે છે તે છે ઇસ્લામે મહિલાઓને આપેલો અધિકાર જે તે પુરુષોને આપ્યો નથી. માણસ માત્ર અપરિણીત સ્ત્રીઓ સાથે જ લગ્ન કરી શકે છે, જ્યારે સ્ત્રી કાં તો અપરિણીત અથવા પરિણીત પુરુષ સાથે લગ્ન કરી શકે છે અને આનો હેતુ બાળકોના તેમના વાસ્તવિક પિતાને જવાબદારી આપવા અને તેમના પિતા પાસેથી બાળકોના અધિકારો અને તેમના વારસાનું રક્ષણ કરવા માટે છે. જો કે, ઇસ્લામ એક સ્ત્રીને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવાની છૂટ આપે છે, જ્યાં સુધી તેની પાસે ચાર કરતાં ઓછી પત્નીઓ હોય, જો ન્યાયી અને ક્ષમતાની શરત પૂરી થતી હોય. આમ, સ્ત્રીને પુરૂષોમાંથી પસંદગીની વિશાળ શ્રેણીની મંજૂરી આપવામાં આવે છે અને આ પતિની નૈતિકતાથી વાકેફ હોવાને કારણે સહ-પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને લગ્નમાં કેવી રીતે સંપર્ક કરવો તે શીખવાની તક મળે છે.... More

સ્ત્રીનું પુરૂષ પર પાલન-પોષણ એ સ્ત્રી માટે સન્માન અને પુરુષ માટે ફરજ સિવાય બીજું કંઈ નથી, જે તે તેની બાબતોનું ધ્યાન રાખે છે અને તેની જરૂરિયાતો પૂરી કરે છે. એક મુસ્લિમ સ્ત્રી રાણીની ભૂમિકા ભજવે છે, જે પૃથ્વી પરની દરેક સ્ત્રી ઈચ્છે છે. એક ચાલક સ્ત્રી તે છે જે પસંદ કરે છે કે તેણી શું હોવી જોઈએ: એક માનનીય રાણી અથવા રસ્તાની સામાન્ય મહેનતુ સ્ત્રી.... More

ઇસ્લામ પૂર્વેના યુગમાં સ્ત્રીઓ વારસાથી વંચિત હતી, જ્યારે ઇસ્લામ આવ્યો ત્યારે તેઓને માત્ર વારસામાં સમાવવામાં આવ્યા ન હતા પરંતુ તેઓને પુરૂષોના સમાન અથવા વધુ હિસ્સા પણ આપવામાં આવ્યા હતા, અને કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી વારસામાં હકદાર છે જ્યારે પુરુષ નથી. અન્ય કિસ્સાઓમાં, ઉંચ્ચ વંશ અને સગપણના કારણે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ વારસો મળે છે, અને આ તે સ્થિતિ છે જેના વિષે કુરઆનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે:... More

મુહમ્મદ ﷺ એ પોતાના જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રીને મારી નથી, કુરઆનની આયત જે મારવા વિશે વાત કરે છે, તેનો અર્થ છે આજ્ઞાભંગના કારણે મારવામાં આવે. અમુક સમયગાળામાં, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના માનવસર્જિત કાયદામાં આ પ્રકારની મારપીટને અનુમતિ પાત્ર તરીકે દર્શાવવામાં આવી હતી જેમાં શરીર પર કોઈ નિશાન ન હોઈ. તેનો ઉપયોગ ગંભીર ભયને રોકવા માટે થાય છે જેમ કે જ્યારે કોઈ તેના પુત્રને તેની ઊંડી નિંદ્રામાંથી જગાડવા માટે ખભાથી હલાવીને ઉઠાડે જેથી તે તેની પરીક્ષા ચૂકી ન જાય.... More

ઇસ્લામે અન્ય ધર્મોથી વિપરીત, આદમના પાપ માટે તેણીને નિર્દોષ ગણીને અને તેણીને ઉચ્ચ સન્માનમાં રાખીને સ્ત્રીનું સન્માન કર્યું છે.... More

યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ વચ્ચે વ્યભિચારના ગુના વિશે ભારે સજા આપવા પર સંપૂર્ણ કરાર છે [૨૨૩]. (અલ્ અહદુલ્ કદીમ, સિફ્રુલ્ લાવિય્યીન ૨૦: ૧૦-૧૮).... More

ઇસ્લામ લોકો વચ્ચે ન્યાયને લાગુ કરવા અને માપ અને વજનમાં ન્યાય કરવાનું કહે છે.... More

"અને તમારા પાલનહારે નિર્ણય કરી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઈબાદત ના કરશો, અને માતા-પિતા સાથે સદવર્તન કરજો અને જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને “ઉફ” પણ ન કહેશો, ન તો તેમને ઠપકો આપશો, પરંતુ તેમની સાથે સભ્યતાથી વાત કરજો (૨૩) અને વિનમ્રતા તથા પ્યારભર્યા અંદાજથી તેમની સામે પોતાના બાજુ ઝુકાયેલા રાખજો અને દુઆ કરતા રહેજો કે હે મારા પાલનહાર ! તેમના પર તેવી જ રીતે દયા કર જેવી રીતે તેમણે મારા બાળપણમાં મારું ભરણપોષણ કર્યું" [૨૪૬]. (અલ્ ઇસ્રા: ૨૩-૨૪).... More

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).... More

"અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે,તે બધા તમારા જેવા જ સર્જનીઓ છે, અમે તેમની પણ તકદીર લખવામાંકોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે" [૨૫૩]. [અલ્ અન્આમ: ૩૮].... More

"અને દુનિયામાં સુધારો કર્યા પછી વિદ્રોહ ન ફેલાવો, અને તમે અલ્લાહ તઆલાને ડર તેમજ આશા સાથે પોકારો, નિ:શંક અલ્લાહ તઆલાની કૃપા સત્કાર્ય કરવાવાળાની નજીક છે" [૨૫૬] [અલ્ અઅરાફ: ૫૬].... More

ઇસ્લામ આપણને શીખવે છે કે સામાજિક ફરજો પ્રેમ, દયા અને અન્યો માટે આદર પર આધારિત હોવી જોઈએ.... More

ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેના પિતાના વારસા પરના તેના અધિકારને બચાવે છે અને વંશના મિશ્રણથી બચાવે છે.... More

માંસ એ પ્રોટીનનો આવશ્યક સ્ત્રોત છે, અને માણસોના સપાટ અને પોઇંટેડ દાંત હોય છે, અને આ દાંત માંસને ચાવવા અને પીસવા માટે યોગ્ય છે. અને પાલનહારે માણસ માટે છોડ અને પ્રાણીઓ ખાવા માટે યોગ્ય દાંત બનાવ્યા છે, અને તેણે છોડ અને પ્રાણીઓના ખોરાકને પચાવવા માટે યોગ્ય પાચન તંત્ર બનાવ્યું છે, અને આ તેમને ખાવાના વિશ્લેષણ માટે પુરાવા છે.... More

કતલની ઇસ્લામિક રીત, એટલે કે ધારદાર છરી વડે પ્રાણીના ગળા અને અન્નનળીને કાપી નાખવી, તે ઇલેક્ટ્રીક આંચકો અને ગળું દબાવવાથી વધુ સરળ છે, જેનાથી પ્રાણીને પીડા થાય છે, એકવાર લોહી મગજમાં વહેતું બંધ થઈ જાય, પ્રાણીને કોઈ દુખાવો થતો નથી, કતલ કરવાના સમયે પ્રાણીને થતી ધ્રુજારીની વાત કરીએ તો, તે પીડાને કારણે થતું નથી; તેના બદલે, તે ઝડપી રક્ત પ્રવાહને કારણે થાય છે જે અન્ય પદ્ધતિઓથી વિપરીત તમામ રક્તને બહાર કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવે છે જે પ્રાણીના શરીરની અંદર લોહીને અવરોધે છે અને તેનું માંસ ખાનારાઓને નુકસાન પહોંચાડે છે.... More

પ્રાણીની રુહ અને માણસની રુહમાં મોટો તફાવત છે, પ્રાણીની રુહ શરીરની ગતિશીલ શક્તિ છે; એકવાર તે મૃત્યુ દ્વારા જુદી થઈ જાય છે, તો તે એક નિર્જીવ શરીર બની જાય છે, જે જીવનનો એક પ્રકાર છે. છોડ અને વૃક્ષો પણ એક પ્રકારનું જીવન ધરાવે છે પણ તેને આત્મા કહેવાય નહીં; તેના બદલે, તેને જીવન કહેવામાં આવે છે જે પાણી દ્વારા તેના ભાગોમાં વહે છે જેના વિના તે સુકાઈ જાય છે અને પડી જાય છે.... More

તે અલ્લાહની રહમત અને તેની સર્જન પ્રત્યેની દયાથી છે કે પાલનહારે અમને સારી વસ્તુઓ ખાવાની મંજૂરી આપી, અને અશુદ્ધ વસ્તુઓ ખાવાની મનાઈ કરી.... More

ઇસ્લામમાં પૈસાનો ઉપયોગ, વેપાર અને માલસામાન અને સેવાઓના વિનિમય અને બાંધકામ અને શહેરીકરણ માટે છે, અને જ્યારે આપણે પૈસા કમાવવાના ઉદ્દેશ્ય સાથે નાણાં ઉછીના આપીએ છીએ, ત્યારે આપણે આ રીતે વિનિમય અને વિકાસના સાધન તરીકે તેના મૂળ ઉદ્દેશ્યમાંથી પૈસા કાઢી લીધા છે, જેથી આપણે તેને એક મહત્વના હેતુ તરફ ફેરવી દઈએ છીએ.... More

અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે, અને તેથી નશો કરનારી દરેક વસ્તુ આપણા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, કારણ કે તે મનને ઢાંકીને આપણને નુકસાન પહોંચાડે છે અને આપણને દરેક પ્રકારના ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. નશામાં ધૂત વ્યક્તિ બીજાઓને મારી શકે છે, તે વ્યભિચાર કરી શકે છે, અને તે ચોરી કરી શકે છે, વગેરે, દારૂ પીવાથી થતા ગુનાહોમાંથી.... More

સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.... More

એક મુસલમ પોતાના પાલનહારના અનુસરણમાં નમાઝ પઢે છે, જેને તેને નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે, અને તેને ઇસ્લામના અરકાન (સ્થંભો) માંથી એક બનાવી છે.... More

એક મુસલમાન પયગંબર મુહમ્મદ ﷺ ના ઉપદેશોનું અનુસરણ કરે છે, અને નમાઝ એવી રીતે જ પઢે છે જેવી રીતે નબી ﷺ એ પઢી હતી.... More

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: (સબા: ૧૦).... More

સંપૂણ ઈતિહાસમાં મક્કાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લોકો દર વર્ષે દુનિયાના ખુણે ખૂણેથી પણ આવી તેની મુલાકાત લે છે, અને અરબના સંપૂણ લોકો તેની પવિત્રતાનું ધ્યાન રાખે છે, જુના કરારમાં પણ આના વિષે ભવિષ્યવાળી કરવામાં આવી હતી, "બક્કાહની ખીણ માંથી પસાર થઇ તેને ઝરણું બનાવતા હતા" [૩૦૦].... More

મૂર્તિપૂજક ધર્મો અને અમુક સ્થળો અને લાગણીઓની પવિત્રતા વચ્ચે મોટો તફાવત છે, પછી ભલે તે ધાર્મિક હોય કે રાષ્ટ્રીય.... More

ઉદાહરણ તરીકે, શું આપણે કોઈ વ્યક્તિ પર એવો આરોપ લગાવીએ છીએ જયારે તે પોતાના પિતાને ચુંબન કરે છે, હજના દરેક અરકાન (વિધિઓ) દ્વારા અલ્લાહની યાદ અને પાલનહારના આદેશોનું અનુસરણ કરવું અને તેની સામે માથું નમાવી દેવું છે, અને તેનો હેતુ પથ્થરો, જગ્યાઓ અથવા લોકોની ઈબાદત કરવાનો નથી. જયારે કે ઇસ્લામ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનું કહે છે, જે આકાશો અને જમીન અને જે કઈ પણ તે બંનેની વચ્ચે છે તેનો પાલનહાર અને દરેક વસ્તુઓનો પેદા કરવાવાળો અને દરેક પર કુદરત ધરાવનાર છે.... More

હજ દરમિયાન ભીડને કારણે મૃત્યુ થવું એ થોડા વર્ષો સિવાય જોવા મળ્યું નથી, અને તે સામાન્ય છે કે ભીડને કારણે મૃત્યુ પામેલા લોકો ખૂબ ઓછા છે. જો કે, દારુ પીવાને કારણે મૃત્યુ પામેલા લોકો, દાખલા તરીકે, દર વર્ષે લાખોની સંખ્યામાં મૃત્યુ પામે છે, અને ફૂટબોલ મેદાનો અને દક્ષિણ અમેરિકાના કાર્નિવલ્સની ભીડમાંથી પીડિતોની સંખ્યા વધુ છે. કોઈ પણ સંજોગોમાં, મૃત્યુ એ એક સત્ય છે, અને અલ્લાહ સાથે મુલાકાત એ એક સત્ય છે, અને આજ્ઞાપાલન માટે મૃત્યુ આજ્ઞાભંગના મૃત્યુ કરતાં વધુ સારું છે.... More

કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ છે તેના કરતા અલગ છે, કારણકે મોહબ્બત માનવીના ધોરણ અનુસાર એવી જરૂરત છે જે એક મોહબ્બત કરવાવાળાને જેની સાથે તે મોહબ્બત કરે છે તેને મળાવે છે, પરંતુ અલ્લાહ જે સર્વશક્તિમાન છે તેને આપણી જરૂર નથી, આપણા માટે તેની મોહબ્બત તેની દયા અને કૃપાની છે, એક શક્તિવાળાની એક કમજોર માટે મોહબ્બત, એક અમીરની ગરીબ માટે મોહબ્બત, એક કુદરત ધરાવનારની એક લાચાર માટે મોહબ્બત, એક મોટાની એક નાના સાથે મોહબ્બત, અને હિકમતની મોહબ્બત.... More

"અને અમે લૂતે જ્યારે પોતાની કોમને કહ્યું કે તમે એવું નિર્લજજ કાર્ય કરો છો, જેવું તમારા પહેલા સમગ્ર સૃષ્ટિવાળાઓ માંથી કોઇએ નથી કર્યું" [૮૦]. "તમે પોતાની શહેવત (કામેચ્છા) પુરી કરવા માટે સ્ત્રીઓને છોડીને પુરુષો પાસે આવો છો, તમે તો હદ વટાવી દેનારા છો" [૮૧]. "અને તેમની કોમને કોઇ જવાબ ન સૂઝ્યો, તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે તેમને પોતાની વસ્તી માંથી કાઢી મૂકો, આ લોકો ઘણા પવિત્ર બની રહ્યા છે" [૩૦૫]. (અલ્ અઅરાફ: ૮૦-૮૨).... More

અલ્લાહ તે લોકો માટે ક્ષમાશીલ અને અત્યંત દયાળુ છે જેઓ આગ્રહ વિના પાપો કરે છે, માણસના માનવીય સ્વભાવ અને નબળાઇને ધ્યાનમાં રાખીને, અને જેઓ આવા પાપો માટે પસ્તાવો કરે છે અને તેનો અર્થ નિર્માતાને પડકારવાનો નથી. જો કે, અલ્લાહ સર્વશક્તિમાન એવા લોકોનો નાશ કરે છે જેઓ તેને પડકારે છે, તેના અસ્તિત્વનો ઇનકાર કરે છે, અથવા તેને મૂર્તિ અથવા પ્રાણીના રૂપમાં કલ્પના કરે છે અને જેઓ પસ્તાવો કર્યા વિના તેની અવજ્ઞામાં મર્યાદા ઓળંગે છે અને જેમને અલ્લાહ માફ કરવા માંગતો નથી. જો કોઈ પ્રાણીનું અપમાન કરે છે, તો કોઈ તેને દોષ આપશે નહીં; જો કે, જો કોઈ તેના માતાપિતાનું અપમાન કરે છે, તો તેને સખત દોષિત ઠેરવવામાં આવશે. સર્જકના અધિકાર વિશે શું? આપણે પાપની તુચ્છતા ન ગણવી જોઈએ; તેના બદલે, આપણે જેની અનાદર કરીએ છીએ તેની મહાનતા ધ્યાનમાં લેવી જોઈએ.... More

દુષ્ટતા અલ્લાહ તરફથી આવતી નથી, દુષ્ટતા અસ્તિત્વ ધરાવનાર વસ્તુ નથી, કારણ કે અસ્તિત્વ શુદ્ધ ભલાઈ છે.... More

નિર્માતાએ પ્રકૃતિના નિયમો અને તરીકાઓ મૂક્યા છે જે તેનું નિયમન કરે છે, અને તે ફસાદ અથવા પર્યાવરણીય અસંતુલન દેખાય ત્યારે તે પોતાનો બચાવ છે, તે પોતાની જાતને સુરક્ષિત કરે છે અને પૃથ્વી પર સુધારણા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંતુલન જાળવી રાખે છે અને ખાતરી કરે છે કે જીવન વધુ સારી રીતે આગળ વધે છે, અને ફક્ત તે જ બાકી રહેશે જે લોકો અને જીવન માટે ફાયદાકારક છે, જ્યારે પૃથ્વી પર આપત્તિઓ આવે છે અને માનવજાતને નુકસાન પહોંચાડે છે, જેમ કે રોગો, જ્વાળામુખી, ધરતીકંપ અને પૂર, આ તે સમય છે જ્યારે અલ્લાહના નામ અને લક્ષણો સ્પષ્ટ થાય છે, ઉદાહરણ તરીકે, સર્વશક્તિમાન, શિફા આપનાર અને સર્વ- સંરક્ષક જેમકે તે બીમારોને સાજા કરવામાં અને બચી ગયેલા લોકોને બચાવવા માટે સક્ષમ છે, અથવા તેનું અન્ય નામો માંથી જુલમ કરનારને અથવા અન્યાય કરનારને સજા કરવામાં ન્યાય તરીકે પ્રગટ થાય છે, અને તેનું નામ હકીમ અજમાયશ અને કસોટીમાં જ્ઞાની તરીકે પ્રગટ થાય છે, જો તે ધીરજ રાખશે તો તેના માટે ભલાઈ છે અને જો ઉતાવળ કરશે તો સજા સાથે બદલો આપવામાં આવે છે, આ રીતે માણસ પોતાના પાલનહારની મહાનતાને આવા દુ:ખો દ્વારા બરાબર ઓળખે છે જેમ તે તેની કૃપા દ્વારા તેની સુંદરતાને ઓળખે છે, જો માણસ ફક્ત ઇલાહને સુંદરતાના લક્ષણોને ઓળખે, તો તે અલ્લાહ સર્વશક્તિમાનને ખરેખર જાણતો નથી.... More

આ જીવનમાં દુષ્ટતા શા માટે છે તે આશ્ચર્ય પામનાર, તેને પાલનહારના અસ્તિત્વને નકારવા માટેના બહાના તરીકે લે છે તે ફક્ત તેની ટૂંકી દૃષ્ટિ અને આ પાછળન શાણપણને સમજવામાં તેની નાજુક વિચારસરણી દર્શાવે છે, અને અંતર્ગત મુદ્દાઓ વિશે તેની જાગૃતિનો અભાવ દર્શાવે છે. એવો પ્રશ્ન કરીને, નાસ્તિક સ્પષ્ટપણે સ્વીકારે છે કે અનિષ્ટ એક અપવાદ છે.... More

જે વ્યક્તિ પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અને તેમને રસ્તા વચ્ચે છોડી દે છે તેના વિશે તમને કેવું લાગશે?... More

ઘણા ગુનાઓ તેમને આજીવન કેદ સુધી પહોંચાડે છે. શું કોઈને એમ કહેવાનો વાંધો છે કે આ આજીવન સજા અન્યાયી છે કારણ કે ગુનેગારે માત્ર થોડીવારમાં જ પોતાનો ગુનો કરી નાખ્યો છે? શું દસ વર્ષની સજા અન્યાયી ચુકાદો છે, કારણ કે ગુનેગારે માત્ર એક વર્ષ સિવાય પૈસાની ઉચાપત કરી નથી? દંડ અપરાધો કરવાની અવધિ પર આધાર રાખતો નથી; તેના બદલે તે ગુનાની તીવ્રતા અને ગુરુત્વાકર્ષણ પર આધારિત છે.... More

જ્યારે પણ તેઓ મુસાફરી કરે છે અથવા કામ પર જાય છે ત્યારે માતા તેમના બાળકોને તેમની દરેક સફરમાં સાવચેત રહેવા માટે તેમની અસંખ્ય ચેતવણીઓથી થાકી જાય છે. શું તેણીને ક્રૂર માતા ગણવામાં આવે છે? દયા ક્રૂરતાને ધ્યાનમાં લેવા માટે આ એક સ્પષ્ટ ગેરસમજ છે. અલ્લાહ તેના બંદાઓને ચેતવણી આપે છે અને તેમની દયાથી ચેતવણી આપે છે, તે તેમને મુક્તિના માર્ગ તરફ માર્ગદર્શન આપે છે અને જ્યારે તેઓ તેમની પાસે તૌબા કરે છે ત્યારે તેમના દુષ્કર્મોને સારા કાર્યોથી બદલવાનું વચન આપે છે.... More

અલ્લાહ સર્વશક્તિમાન તેના તમામ ગુલામોને મુક્તિનો માર્ગ બતાવે છે અને તે તેમના માટે અવિશ્વાસને મંજૂરી આપતો નથી, જો કે માણસ અવિશ્વાસ દ્વારા અથવા પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવીને અપનાવે છે તે ખોટા વલણને તે પોતે પસંદ નથી કરતો.... More

આપણે ઈમાન અને સૃષ્ટિના પાલનહાર સામે ઝૂકવું આ બંને વચ્ચે તફાવત કરવો જોઈએ.... More

જ્ઞાન મેળવવું અને આ બ્રહ્માંડની ક્ષિતિજોનું અન્વેષણ કરવું એ માણસનો અધિકાર છે, કારણ કે અલ્લાહ તઆલા એ આપણને આ દિમાગ આપ્યું છે કે તેનો ઉપયોગ તેમને સ્થગિત કરવા માટે નહીં કરે. દરેક વ્યક્તિ જે પોતાના મનનો ઉપયોગ કર્યા વિના, વિચાર કર્યા વિના અથવા આવા ધર્મનું વિશ્લેષણ કર્યા વિના તેના પૂર્વજોના ધર્મનું પાલન કરે છે, તે ચોક્કસપણે પોતાની જાતને ખોટું કરે છે અને તિરસ્કાર કરે છે, અને અલ્લાહ પરમાત્માએ તેને આપેલા આ મહાન આશીર્વાદને ધિક્કારે છે જે મન છે.... More

અલ્લાહ આવા લોકો પર અન્યાય નહીં કરે; તેના બદલે તે ન્યાયના દિવસે તેમની કસોટી કરશે.... More

જીવનનો સફર અને સલામતીના કિનારે પહોંચવાનો નિષ્કર્ષ નીચેની આયતોમાં સમાયેલ છે:... More