જ. ૧. ઇસ્લામની નેઅમત : તમે કાફિરો માંથી નથી એ જ સોથી મોટી નેઅમત છે.
૨. સુન્નતની નેઅમત : તમે બિદઅતી લોકો માંથી નથી, એ પણ સોથી નેઅમત છે.
૩. તંદુરસ્તી અને આફીયતની નેઅમત : સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ અને ચાલવાની શક્તિ આપી, એવી જ રીતે અન્ય અંગોને તંદુરસ્તી આપી.
૪. ખાવા, પીવા અને પહેરવા માટે કપડા આપ્યા.
અલ્લાહની ઘણી નેઅમતો છે, જેને આપણે ગણી નથી શકતા.
અલ્લાહ તઆલએ કહ્યું : જો તમે અલ્લાહની નેઅમતોને ગણવા ઈચ્છો તો ગણી નથી શકતા, ખરેખર અલ્લાહ માફ કરવાવાળો અને રહેમ કરવાવાળો છે. સૂરે નહલ : ૧૮