સ.૨ પાંચ અહકામે તકલીફીની સમજુતી વર્ણન કરો?

જ.

૧. અલ્ વાજિબ : દાખલા તરીકે પાંચ વખતની નમાઝ, રમઝાનના રોઝા, અને માતાપિતાની આજ્ઞા.

અલ્ વાજિબ : જેના કરવાથી સવાબ મળશે, અને તે અમલ છોડવાવાળાને સજા મળશે.

૨. અલ્ મુસ્તહબ : દાખલા તરીકે સુન્નતે મુઅકકીદહ, તહજજુદની નમાઝ, ખાવાનું ખવડાવવું અને સલામ કરવુ, બીજું નામ સુન્નત અને મન્દુબ પણ કહે છે.

અલ્ મુસ્તહબ : કામ કરવાવાળાને સવાબ મળશે અને તેને છોડવાવાળાને સજા નહિ મળે.

ખાસ નોંધ :

મુસલમાન પર જરૂરી છે કે જ્યારે પણ તે કોઈ સુન્નત અથવા મુસ્તહબ કાર્ય સાંભળે તો તે કાર્ય ચોક્કસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપ ﷺ નું અનુસરણ કરવું જોઈએ.

૩. અલ્ મુહરિમ : દાખલા તરીકે શરાબ પીવું, માતાપિતાની નાફરમાની, સંબંધ તોડવા.

અલ્ મુહરિમ : જેને છોડવાથી સવાબ મળશે, અને તેને કામ કરવાવાળાને જરૂર સજા મળશે.

૪. અલ્ મકરૂહ : દાખલા તરીકે, ડાબા હાથથી લેવું અને આપવું, નમાઝમાં બોયો ઉપર ચઢાવવી.

અલ્ મકરૂહ : જે તેને છોડસે તેને જરૂર સવાબ મળશે અને જે તેને કરશે તેને સજા નહિ થાય.

૫. અલ્ મુબાહ : દાખલા તરીકે સફરજન ખાવું, ચા પીવી, અને તેનું જ જાઈઝ અને હલાલ પણ કહે છે.

અલ્ મુબાહ : તે કામ છોડનારને ન તો સવાબ મળશે અને તે કામ કરવાવાળાને ન તો સજા મળશે.