જ : ૧ આય્તુલ કુરસી પઢવી , اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ 255
અર્થ : અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે. સૂરે બકરહ : ૨૫૫ અને આ સુરતો પઢવી જોઈએ بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِيمِ قُلْ هُوَ اللَّهُ أَحَدٌ 1
અર્થ : તમે કહી દો કે અલ્લાહ એક જ છે. اللَّهُ الصَّمَدُ 2
અર્થ : અલ્લાહ બેનિયાઝ છે. لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ 3
અર્થ : ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન. وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ 4
અર્થ : અને તેના બરાબર કોઈ નથી. ત્રણ વખત بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِيمِ قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ 1
અર્થ : તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું. مِنْ شَرِّ مَا خَلَقَ 2
અર્થ : દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી. وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ 3
અર્થ : અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય. وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ 4
અર્થ : અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ). وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ 5﴾
૫) અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે. ત્રણ વખત بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِيمِ قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ 1
અર્થ : તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું. مَلِكِ النَّاسِ 2
અર્થ : જે લોકોનો બાદશાહ છે. إِلَهِ النَّاسِ 3
અર્થ : જે લોકોનો મઅબૂદ છે. مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ 4
અર્થ : તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે. الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ 5
અર્થ : જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે. مِنَ الْجِنَّةِ وَالنَّاسِ 6
અર્થ : (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી. ત્રણ વખત ૩. ٣- «اللهم أنت ربي لا إله إلا أنت، خلقتني وأنا عبدك، وأنا على عهدك ووعدك ما استطعت، أعوذ بك من شر ما صنعت، أبوء لك بنعمتك علي، وأبوء بذنبي، فاغفر لي، فإنه لا يغفر الذنوب إلا أنت»
અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું. બુખારી