સ : ૧૮ મુઅઝિન અઝાન આપી દે, ત્યારબાદ કઈ દુઆ પઢવી જોઈએ?

જ. આપ ﷺ પર દરુદ મોકલવું જોઈએ. મુસ્લિમ અને આ દુઆ પઢવી જોઈએ.

اللهم رب هذه الدعوة التامة، والصلاة القـائـمـة، آت محـمـدًا الـوسـيلة والفـضـيلـة، وابـعثه مقامًا محمودًا الذي وعدته

અર્થ : હે અલ્લાહ ! તે સંપૂર્ણ દીન અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર ! મુહમ્મદ ને વસિલો અને મહ્ત્વતા નસીબ કર, અને તેમને મહમૂદ નામની જગ્યા પર ઉભા કર, જેનું વચન તે એમને આપ્યું છે. બુખારી

અને અઝાન અને ઈકામતની વચ્ચે દુઆ કરવી જોઈએ કારણકે તે દુઆ રદ નથી થતી.