સ : ૯ સચ્ચાઈ શબ્દનો વીરોધાર્થી શબ્દ કયો છે?

જ. જૂઠ, અને એ કે સત્યતા વિરુદ્ધ કહેવું, દાખલા તરીકે લોકોથી જૂઠું બોલવું, વચનભંગ કરવો, અને જૂઠી ગવાહી આપવી.

આપ ﷺ એ કહ્યું : ખરેખર જૂઠ ગુનાહ તરફ માર્ગદર્શન આપે છે, અને ગુનાહ જહન્નમ તરફ માર્ગદર્શન આપે છે, અને એ કે વ્યક્તિ જૂઠું બોલતો રહે છે, અહીં સુધી કે તે અલ્લાહની પાસે તે જૂઠો લખી દેવામાં આવે છે. બુખારી/મુસ્લિમ અને આપ النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મુનાફિકની ત્રણ નિશાનીઓ છે, તેમાંથી આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ વર્ણન કરી કે જ્યારે તે વાત કરે તો જૂઠું બોલે અને જ્યારે તે વચન આપે તો વચનભંગ કરે. બુખારી /મુસ્લિમ