સ : ૨૭ ઇસ્રાફ શુ છે? તેમજ કંજુસાઈ વિશે જણાવો, અને એવી જ રીતે પ્રતિષ્ઠા શુ છે?

જ. અલ્ ઇસ્રાફુ : બિન જરૂરી જગ્યાઓ પર અથવા મનેચ્છાઓ પુરી પાડવા માલ ખર્ચ કરવો.

તેનું વિરોધી : કંજુસાઈ : જ્યાં માલ ખર્ચ કરવાનો હક બને છે ત્યાં પણ માલ ખર્ચ ન કરવો.

અને યોગ્ય વાત એ છે કે મધ્યસ્થ રસ્તો અપનાવી માલ ખર્ચ કરવામાં આવે, અને એ કે એક મુસલમાન કરીમ હોય છે. અર્થાત (માલ ખર્ચ કરવામાં મધ્યસ્થ માર્ગ પર ચાલે છે.

અલ્લાહ તઆલા કહે છે : અને જેઓ ખર્ચ કરતી વખતે ઇસ્રાફ (ખોટો ખર્ચ) નથી કરતા, ન કંજુસાઇ કરે છે, પરંતુ તે બન્ને વચ્ચે સુમેળતાભરી રીતે ખર્ચ કરે છે. સૂરે ફુરકાન : ૬૭