જ. ભલાઈના કામોમાં સુસ્તી કરવી, અને તે કામ તેના પર જરૂરી હોય છે.
તેમાંથી જ જરૂરી કાર્યોમાં સુસ્તી કરવી.
અલ્લાહ તઆલા કહે છે : આ મુનાફિકો અલ્લાહ સાથે ઘોકો કરી રહ્યા છે, જ્યારે કે અલ્લાહ તેમના ઘોખાને તેમના પર જ નાખી દે છે, અને જ્યારે નમાઝ પઢવા માટે ઊભા થાય છે તો ઘણી જ સુસ્તી સાથે ઊભા થાય છે, ફકત લોકોને દેખાડો કરવા માટે નમાઝ પઢે છે અને અલ્લાહના નામનું સ્મરણ તો બસ થોડુંક જ કરે છે. સૂરે નિસા : ૧૪૨
એક મોમિન માટે જરૂરી છે કે તે સુસ્તી, આળસ, ને છોડી દે, અને દરેક કામમાં મહેનત, પ્રયત્ન, કોશિશ અને ચપળતા બતાવે જેના કારણે અલ્લાહ તેનાથી રાજી થઈ જાય.