જ. એક ગાયબ મુસ્લિમ ભાઈ વિશે એવી વાત કહેવી, (જો તે વાત સાંભળી લેશે તો) તે તેને નાપસંદ કરશે.
અલ્લાહ તઆલા કહે છે : હે ઇમાનવાળાઓ ! વધારે પડતા અનુમાનથી બચો, જાણી લો કે કેટલાક અનુમાનો ગુનાહ છે અને જાસૂસી ન કરો અને ન તો તમારા માંથી કોઇ કોઇની નિંદા કરે, શું તમારા માંથી કોઇ પણ પોતાના મૃત ભાઇનું માસ ખાવાનું પસંદ કરશે ? તમે તેને નાપસંદ કરશો અને અલ્લાહથી ડરતા રહો,નિ:શંક અલ્લાહ તૌબા કબૂલકરનાર, દયાળુ છે. સૂરે હુજુરાત : ૧૨