સ : ૨૦ હરામ તકબ્બુરના પ્રકાર ક્યાં ક્યાં છે?

જ. : ૧ સત્યની સામે ઘમંડ, અને તે સત્યને જુઠલાવવું અને તેને કબૂલ ન કરવું.

૨. લોકો સામે ઘમંડ, અને એ કે લોકોને તુચ્છ જાણવા, અને તેમનું અપમાન કરવું.

આપ ﷺ એ કહ્યું : જે વ્યક્તિના દિલમાં એક કણ બરાબર પણ ઘમંડ હશે તો તે જન્નતમાં દાખલ નહિ થાય. એક વ્યક્તિએ કહ્યું : માનવી એવું ઇચ્છતો હોય કે તેના કપડાં સુંદર હોવા જોઈએ, તેના ચપ્પલ શ્રેષ્ઠ હોવા જોઈએ, તો? આપ ﷺ એ કહ્યું, ખરેખર અલ્લાહ તઆલા ખુબસુરત છે અને તે ખૂબસૂરતીને પસંદ કરે છે, તકબ્બુર : સત્ય વાતને જુઠલાવવું અને લોકોને તુચ્છ સમજવા. મુસ્લિમ

સત્ય વાત જુઠલાવવી: અર્થાત તેને રદ કરવી.

લોકોને તુચ્છ સમજવા : લોકોનું અપમાન કરવું, મશ્કરી કરવી.

સુંદર કપડાં અને ચપ્પલ પહેરવા, તકબ્બુર નહિ ગણાય.