સ: ૧૯ તવાઝુઅની વ્યાખ્યા જણાવો?

જ. લોકો પર પોતાની બડાઈ બતાવતો નથી, અને ન તો લોકોને તુચ્છ સમજે છે અને ન તો સત્યને જુઠલાવે છે.

અલ્લાહ તઆલા કહે છે : અને રહમાનના બંદા તે છે, જેઓ ધરતી પર આજીજી સાથે ચાલે છે. સૂરે ફુરકાન : ૬૩ અર્થાત : વિનમ્રતા સાથે ધરતી પર ચાલવું જોઇએ. અને આપ ﷺ એ કહ્યું : જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે તો અલ્લાહ તેના દરજ્જાને જરૂર બુલંદ કરે છે. મુસ્લિમ અને આપ ﷺ એ કહ્યું : અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે કે હું આજીજી અપનાવું, અને કોઈના પર મોટાઈ ન કરું તેમજ કોઈના પણ અત્યાચાર પણ ન કરું. મુસ્લિમ