સ : ૧૭ હસદ શુ છે?

જ. બીજા વ્યક્તિ પાસે નેઅમત જોઈ તેને નષ્ટ થવાની આશા અથવા તેની પાસે તે નેઅમત જોઈને નાખુશી જાહેર કરવી.

અલ્લાહ તઆલા કહે છે :હે અલ્લાહ ! હસદ કરનારના હસદ કરવાથી પનાહ માગું છું, જ્યારે તે હસદ કરે. 5 (સૂરે ફલક:૫)

અનસ બિન માલીક રઝી. કહે છે, કે આપ ﷺ એ કહ્યું : તમે એક બીજા પ્રત્યે દ્વેષ ન રાખો, ન તો એક બીજા પ્રત્યે હસદ કરો, અને એકબીજાથી પીઠ પણ ન ફેરવો, અને અલ્લાહના બંદાઓ સાથે ભાઈ ભાઈ બનીને રહો. બુખારી / મુસ્લિમ