સ : ૧૫ મુહબ્બત કોની કોની સાથે થઈ શકે છે?

જ. અલ્લાહથી મુહબ્બત

અલ્લાહ તઆલા કહે છે : અને મોમિન અલ્લાહ સાથે ઝબરદસ્ત મુહબ્બત કરતા હોય છે. સૂરે બકરહ : ૧૬૫

રસૂલ ﷺ થી મુહબ્બત

કહ્યું : તે હસ્તીની કસમ, જેના હાથ માં મારી જાન છે, તમારા માંથી કોઈ વ્યક્તિ મોમિન હોઈ શકતો નથી જ્યાં સુધી તે તેના માતાપિતા અને સંતાન કરતા પણ વધારે મારાથી મુહબ્બત કરે. બુખારી

મોમિનથી મુહબ્બત, તે દરેક ભલાઈથી મુહબ્બત, જે તમે તમારા માટે પસંદ કરતાં હોય

આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُએ કહ્યું : તમારા માંથી તે વ્યક્તિ ત્યાં સુધી મોમિન હોઈ શકતો નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ ન કરે જે વસ્તુ તે પોતે પસંદ કરતો હોય. બુખારી