જ. વૃદ્ધ લોકો પર દયા અને તેમની ઇઝઝત કરવી.
નાના બાળકો પર દયા કરવી
ફકીર અને લાચાર પર દયા
જાનવરો પર દયા, કે તેમને ખવડાવવું જોઈએ અને તકલીફ ન આપવી જોઈએ.
આ વિશે આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મોમિન દયા કરવામાં, મુહબ્બત કરવામાં, અને સહાનુભૂતિ કરવામાં એક શરીર માફક છે, જ્યારે શરીરના કોઈ ભાગમાં તાવ અથવા તકલીફ હોય તો તેના કારણે આખું શરીર તકલીફમાં હોય છે. બુખારી / મુસ્લિમ અને આપ ﷺ એ કહ્યું : રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તેના પર રહેમ કરશે. અબૂ દાઉદ અને તિરમિઝી