જ. સત્ય અને ભલાઈના કામોમાં લોકોનો સહકાર આપવો.
મદદ કરવાની કેટલીક સ્થિતઓ જણાવો :
હક પુરા પાડવામાં સહકાર
જાલિમનો રદ કરવામાં સહકાર
લોકો અને લાચારોની જરૂરત પુરી પાડવામાં સહકાર
ભલાઈના દરેક કામમાં સહકાર
ગુનાહ, તકલીફ અને અત્યાચારના કામોમાં લોકોનો સહકાર ન આપવો
અલ્લાહ તઆલા કહે છે : નેકી અને તકવાના કામોમાં લોકોનો સહકાર આપો અને ગુનાહ અને અત્યાચારના કામોમાં લોકોનો સહકાર ન આપો, અલ્લાહથી ડરો, ખરેખર અલ્લાહ સખત અઝાબ આપનાર છે. સૂરે માઇદહ : ૨ આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : એક મોમિન બીજા મોમિન માટે દીવાલ માફક છે, જેનો એક ભાગ બીજા ભાગને મજબૂતી સાથે જકળી રાખે છે. બુખારી / મુસ્લિમ અને આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَا એ કહ્યું : એક મુસલમાન બીજા મુસલમાનનો ભાઈ છે, ન તો તે તેના પર ઝુલ્મ કરે અને ન તો તેને તકલીફ પહોંચાડે, અને જે વ્યક્તિ જ્યાં સુધી પોતાના ભાઈની જરૂરત પુરી પાડવામાં વ્યસ્ત રહે ત્યાં સુધી અલ્લાહ તેની જરૂરત પુરી કરતો રહે છે, અને જે વ્યક્તિ કોઈ મુસલમાનની એક તકલીફ દૂર કરે તો અલ્લાહ કયામતના દિવસની તકલીફો માંથી એક તકલીફ દૂર કરે છે, અને જે વ્યક્તિ એક મુસલમાનની ખામી પર પરદો કરે તો અલ્લાહ કયામતના દિવસે તેની ખામીઓ પર પરદો કરે છે. બુખારી /મુસ્લિમ