સ : ૧૧ સબરનું વીરોધાર્થી જણાવો?

અને એ કે અલ્લાહની ઇતાઅત કરતા સબરની કમી, ગુનાહોથી બચવામાં સબરની કમી, નસીબમાં આવનારી તકલીફો વિશે પોતાના કાર્ય અને વાતચીત વડે ફરિયાદો કરવી.

તેની કેટલીક હાલતો નીચે પ્રમાણે છે :

$ મૃત્યુની ઈચ્છા કરવી.

$ ગાલ પર મારવું,

$ કપડાં ફાડી નાખવા

$ વાળ ફેલાવવા

$ પોતાના માટે નષ્ટતાની દુઆ કરવી

આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ: એ કહ્યું બદલો મુસીબત પ્રમાણે હોય છે, અને ખરેખર જ્યારે અલ્લાહ તઆલા કોઇ કોમને પસંદ કરે તો તેને આઝમાયશમાં નાખી દે છે, અને જે તેની તકદીરમાં લખેલી મુસીબત પર ખુશ થઈ જાય તો અલ્લાહ પણ ખુશ થાય છે અને જે વ્યક્તિ નારાજ થાય તો અલ્લાહ પણ નારાજ થઈ જાય છે. તિરમિઝી / ઈબ્ને માજા